નવી દિલ્હીઃ સુદાનમાં થયેલા એલપીજી ટેંકર બ્લાસ્ટમાં 18 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, મને હમણાં જ સલૂમી સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટની જાણકારી મળી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે.



સુદાનની રાજધાની ખારતોમમાં સાલૂમી નામની સિરામિક ટાઇલ્સ બનાવતી ફેક્ટરીમાં LPG ટેંકરમાં ધડાકો થયો હતો.



આ દુર્ઘટનામાં કુલ 23 લોકોના મોત થયા છે, જ્યારે 130 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટનાનું કારણ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે.