બ્રિટનમાં રાજકીય અને આર્થિક ઉથલપાથલ વચ્ચે ગૃહમંત્રી suella bravermanએ રાજીનામું આપી દીધું છે. સુએલાએ કહ્યુ કે તેમણે સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેથી રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અન્ય એક મંત્રીએ વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા લિઝ ટ્રસે નાણા મંત્રી ક્વાસી ક્વાર્ટેંગને કેબિનેટમાંથી કાઢી મૂક્યા હતા. 42 વર્ષીય સુએલા બ્રેવરમેને પણ ટ્વીટ કરીને રાજીનામું આપ્યું છે.
બ્રેવરમેને તેમના પત્રમાં નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. બ્રેવરમેને પીએમ ટ્રસને લખ્યું હતું કે આ વિશે ઘણું બધું સાંસદોને કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં મારું જવું યોગ્ય છે.
સુએલાએ પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે તેણીને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ આ મામલાની સત્તાવાર ચેનલો પર જાણ કરી હતી. તેમણે લખ્યું કે મારાથી ભૂલ થઈ છે. હું જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપું છું. બ્રેવરમેને કહ્યું હતું કે વડાપ્રધાન ટ્રસ દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આથી તેમણે ટેક્સ ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બ્રેવરમેને કહ્યું હતું કે તેમને સરકારના નિર્દેશ પર શંકા હતી.
તેમણે કહ્યું હતું કે અમે અમારા મતદારોને આપેલા મુખ્ય વચનો તોડ્યા છે એટલું જ નહીં, મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચનોને પુરા કરવા માટે આ સરકારની પ્રતિબદ્ધતા અંગે મને ગંભીર ચિંતા છે. જેમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી કરવા અને ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવા અંગેના હતા. આ મહિનાની શરૂઆતમાં બ્રેવરમેને કહ્યું હતું કે ભારત સાથે એક વ્યાપાર કરારથી યુનાઇટેડ કિંગડમમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી હતી જ્યારે ભારત અને બ્રિટન એક મુક્ત વ્યાપાર કરાર પર વાતચીત કરી રહ્યા છે.
માત્ર 43 દિવસ જ રહ્યા દેશના ગૃહમંત્રી
સુએલા બ્રેવરમેન બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં સેવા આપનાર ગૃહમંત્રી બની ગયા છે. લિઝ ટ્રુસ સરકારમાં સુએલા માત્ર 43 દિવસ માટે દેશના ગૃહ પ્રધાન હતા. આ અગાઉ ડોનાલ્ડ સોમરવેલે વિન્સ્ટન ચર્ચિલ સરકારમાં 62 દિવસ સુધી ગૃહમંત્રીની ખુરશી સંભાળી હતી. આ પહેલા એલન જોન્સન લેબર સરકાર દરમિયાન જૂન 2009 થી 2010 સુધી 340 દિવસ માટે બ્રિટનના ગૃહ મંત્રી હતા. ડેવિડ વેડિંગ્ટને ઓક્ટોબર 1989 થી નવેમ્બર 1990 સુધી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારમાં 398 દિવસ સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી.
સુએલા બ્રેવરમેને શું કહ્યું?
ભારતીય મૂળના બ્રિટિશ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને મુક્ત વેપાર કરારનો વિરોધ કરતા કહ્યું કે તેનાથી બ્રિટનમાં ભારતીય ઈમિગ્રન્ટ્સનો ધસારો વધશે. તેમણે કહ્યું હતું કે ઘણા ભારતીયો તેમના વિદેશી વિઝાની મુદત પૂરી થયા પછી પણ યુકેમાં રહે છે.