Sweden Muslim Immigration: સ્વીડને ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાનું કહ્યું છે. પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમા અનુસાર, ખાસ કરીને મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને કહેવામાં આવ્યું છે કે દેશ છોડવા માટે 34 હજાર ડોલર આપવામાં આવશે. સ્વીડને જાહેરાત કરી છે કે તે સ્વૈચ્છિક રીતે પોતાના દેશમાં પાછા ફરતા ઇમિગ્રન્ટ્સને નાણાકીય પ્રોત્સાહનમાં નોંધપાત્ર વધારો કરશે.


આ નવી પહેલ 2026માં શરૂ થશે અને ઇમિગ્રન્ટ્સને 350,000 સ્વીડિશ ક્રોનર (લગભગ 28.7 લાખ રૂપિયા) સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ પગલાનો હેતુ વધુને વધુ ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક સમયે "માનવતાવાદી મહાસત્તા" તરીકે ઓળખ બનાવનાર સ્કેન્ડિનેવિયન દેશને ઘણા નવા લોકોને એકીકૃત કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો છે.


અફઘાનિસ્તાનથી લઈને ઈરાન સુધીના ઇમિગ્રન્ટ્સ પડકાર બન્યા


એએફપીના અહેવાલ મુજબ, ઇમિગ્રેશન મંત્રી જોહાન ફોર્સેલે કહ્યું, "જે ઇમિગ્રન્ટ્સ 2026 પછી સ્વૈચ્છિક રીતે તેમના દેશમાં પાછા ફરશે, તેઓ 350,000 સ્વીડિશ ક્રોનર ($ 34,000) મેળવવા માટે પાત્ર બનશે." 1990ના દાયકાથી દેશે પૂર્વ યુગોસ્લાવિયા, સીરિયા, અફઘાનિસ્તાન, સોમાલિયા, ઈરાન અને ઈરાક જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી ઘણા ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કર્યું છે. કહેવાય છે કે સ્વીડનને તેના સમાજમાં ઇમિગ્રન્ટ્સને એકીકૃત કરવામાં સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.



પાકિસ્તાની કમર ચીમાએ શું કહ્યું?


પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ કહ્યું, "મુસ્લિમ ઇમિગ્રન્ટ્સે સ્વીડનમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જી છે. સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાકથી જે મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ ત્યાં પહોંચ્યા છે, તેણે ત્યાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી કરી છે. જર્મનીએ સરહદ સીલ કરવાની વાત કરી છે. કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે આ લોકો 34 હજાર ડોલર પણ લઈ લેશે અને ફરીથી પાછા આવી જશે. મુસલમાનોએ આ લોકો સાથે ખોટું કર્યું. ત્યાં જઈને ગંદકી ફેલાવી. એવું નથી કે આ માત્ર સ્વીડનમાં કર્યું છે, આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં આવું કરે છે."


આવી દરખાસ્ત પછી ગયા વર્ષે દેશમાં આવતા અને સ્થાયી થનારા લોકો કરતા દેશ છોડીને જતા લોકોની સંખ્યા ઘણી વધારે હતી. આવું 50 વર્ષમાં પહેલીવાર બન્યું છે. ઈમિગ્રેશન મિનિસ્ટરના કહેવા પ્રમાણે, વિદેશમાં જન્મેલા લોકો સ્વીડન આવે છે પરંતુ અહીંના વાતાવરણને અનુકુળ થઈ શકતા નથી. આવી સ્થિતિમાં તે લોકોને દેશ છોડવાનો વારો આવશે. તમને જણાવી દઈએ કે આ ઓફર તે લોકો માટે છે જેમની પાસે પહેલાથી જ સ્વીડિશ પાસપોર્ટ છે.


આ પણ વાંચોઃ


Mini Moon: 29 સપ્ટેમ્બરથી આકાશમાં દેખાશે બે ચંદ્ર, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ આખી દુનિયાને ચોંકાવી દીધી