China Vs Taiwan: ચીન અને તાઈવાન વચ્ચેનું વાતાવરણ ફરી ગરમ થતું જોવા મળી રહ્યું છે. મંગળવારે, તાઇવાનના સૈનિકોએ ચીની ડ્રોનને ચેતવણી આપવા માટે પ્રથમ વખત ફાયરિંગ કર્યું. ફાયરિંગ કર્યા બાદ ડ્રોન ચીન પરત ફર્યું હતું. આ ચીની ડ્રોન કિનમેન ટાપુઓ પાસે ઉડી રહ્યું હતું. આ ટાપુ ચીનને અડીને આવેલો છે, પરંતુ તેના પર તાઈવાનનું નિયંત્રણ છે. જો કે, ચીન તેને તાઈવાન સાથે પોતાનો ભાગ માને છે.
ચીન તાઈવાનને લઈને સતત ફરિયાદ કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાન દ્વારા નિયંત્રિત નાના ટાપુઓ પાસે ચાઈનીઝ ડ્રોન ઉડતા જોવા મળી રહ્યા છે અને આવું વારંવાર થઈ રહ્યું છે. આ વખતે ચાઇના ડ્રોન કિનમેન ટાપુઓના એરસ્પેસ નજીક ઉડી રહ્યું હતું. ચીન આ બધું પોતાની મિલિટરી ડ્રિલ હેઠળ કરી રહ્યું છે. મંગળવારે જ કિનમેન આઇલેન્ડના એરસ્પેસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ચીની ડ્રોન જોવા મળ્યા હતા. આ પછી તાઈવાને તેમને ચેતવણી આપી હતી અને પછી ફાયર કર્યું હતું.
અમેરિકી સ્પીકર નેન્સી પોલિસીની મુલાકાત બાદ ચીન અને તાઈવાન વચ્ચે તાજેતરનો સંકટ ઉભો થયો છે. નેન્સી પોલિસીની તાઈવાન મુલાકાતથી ચીન નારાજ થયું હતું. આ પછી ચીને તાઈવાનને ઘેરી લીધું અને લાઈવ સૈન્ય કવાયત શરૂ કરી. ચીન અહીં તાઈવાનને પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે તાઈવાને આના પર કોઈ જવાબી કાર્યવાહી નથી કરી, પરંતુ કોઈપણ હુમલા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?