Iran model: તાલિબાને સરકાર બનાવવાનો ફોર્મૂલા નક્કી કરી લીધો છે. મીડિયા રિપોર્ટસ મુજબ તાલિબાન સરકાર બનાવવા માટે તાલિબાન ઇરાનનો ફોર્મૂલા અપનાવશે. આ સરકારમાં એક સુપ્રીમ લીડર હશે અને તેના અંતર્ગત એક રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કામ કરશે.
તાલિબાન થોડા દિવસોમાં તેમની સરકાર અને કેબિનેટની જાહેરાત કરી શકે છે. તાલિબાનની અન્ય અફઘાનિસ્તાનના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. નવી સરકારમાં અખુંદજાદા સુપ્રીમ લીડર બની શકે છે.
Taliban Government in Afghanistan : અમેરિકાના મંગળવારે અફઘાનિસ્તાનની બહાર થતાંની સાથે જ તાલિબાન તેની સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તાલિબાની એક સમાવેશી સરકાર બનાવશે. સરકાર રચવા માટે તાલિબાનીઓની અફધાની નેતા સાથે બેઠકો થઇ હતી. બસ હવે થોડા જ દિવસોમાં તાલિબાનમાં સરકાર અને કેબિનેટની રચના થશે.
ઇરાન મોડલ અપનાવશે તાલિબાન
માનવીય અને આર્થિક સંકટોથી ઝઝૂમી રહેલા અફઘાનિસ્તામાં તાલિબાન સરકારી ઇરાન સરકારનું મોડલ અપવાને તેવી શક્યતા જોવાઇ રહી છે. આ એક એવી સરકાર હશે. જેમાં એક સર્વોચ્ચ ધાર્મિક નેતા સુપ્રીમ લીડર હશે.આ પદ દેશના રાષ્ટ્રપતિ પદથી પણ ઉંચુ હશે. તેના અંતર્ગત એક રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કામ કરશે.
કોણ હશે તાલિબાનના સુપ્રીમ લીડર?
તાલિબાન ઇરાન ફોર્મુલા પર અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા જઇ રહ્યું છે. જેમાં એક સુપ્રીમ લીડર હશે. જેના હાથમાં દેશને ચલાવવાની કમાન હશે,તો તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદઝાદા (Hibatullah Akhundzada)ને દેશના સુપ્રીમ લીડર બનાવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
બીજી વખત લાગુ થઇ શકે છે જુનુ સંવિધાન
બઘા દ મંત્રી PM આધિન જ કામ કરશે તેમજ 1964-65ના સંવિધાનને બીજી વખત લાગૂ કરવામાં આવશે. આ સાથે જ અબ્દુલ હક્કાની (Abdul Hakim Haqqani)ને ચીફ જસ્ટીસ બનાવી શકે છે. હક્કાની 2001માં પાકિસ્તાન ક્વેટામાં કથિત રીતે મદરેસા ચલાવતો હતા.
ઉલ્લેખનિય છે કે, ઇરાને પણ ઇસ્લામિક ગર્વેમેન્ટનું મોડલ લાગૂ કર્યું છે. જેમાં એક ધાર્મિક નેતાના હાથમાં દેશની સુકાન હોય છે એટલે તે સુપ્રીમ લીડર હોય છે.જેના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી કામ કરે છે. ર્ઇરાનમાં અત્યારે અયાતુલ્લા અલી ખામનેર્ઇ સુપ્રીમ લીડર છે. જ્યારે ઇબ્રાહિમ રર્ઇસી આ ર્ઇરાનના રાષ્ટ્રપતિ છે.