પેશાવરઃ પાકિસ્તાનમાં 2012માં મલાલા યુસુફઝઇ પર થયેલા હુમલા અને 2014માં પેશાવરમાં આર્મી સ્કૂલ પર થયેલા હુમલા માટે જવાબદાર પાકિસ્તાન તાલિબાનનો પ્રવક્તા પૂર્વ અહસાન-ઉલ્લા-અહસાન જેલમાંથી ભાગી ગયો છે. એહસાને ઓડિયો ક્લિપ મારફતે આ જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં અહસાન કરી રહ્યો છે કે તે 11 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની ગુપ્ત સુરક્ષા એજન્સીઓની જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યએ 2017માં આત્મસમર્પણ દરમિયાન તેને આપવામાં આવેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ નીવડી છે.
ક્લિપમાં તે કહી રહ્યો છે કે અલ્લાહની મદદથી હું એક જાન્યુઆરી 2020માં સુરક્ષા દળોની જેલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છું. જો આ ક્લિપ સાચી હશે તો આ તાલિબાનના ખાત્મા માટે ચલાવવામાં આવી રહેલા પાકિસ્તાનના અભિયાનને ઝટકો લાગ્યો છે. અહસાને કહ્યુ કે, તે આવનારા દિવસોમાં જેલમાં વિતેલા દિવસો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તારથી જાણકારી આપશે.
નોંધનીય છે કે પાકિસ્તાના સ્વાત ઘાટીમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાને ગોળી મારવામાં આવી હતી. જ્યારે 16 ડિસેમ્બર 2014માં પેશાવર આર્મી સ્કૂલ પર થયેલા હુમલામાં 132 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ હુમલાઓમાં અહસાન સામેલ હતો.
પાકિસ્તાનઃ મલાલા અને પેશાવર આર્મી સ્કૂલ પર હુમલા માટે જવાબદાર જેલથી ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2020 11:39 PM (IST)
પાકિસ્તાનમાં 2012માં મલાલા યુસુફઝઇ પર થયેલા હુમલા અને 2014માં પેશાવરમાં આર્મી સ્કૂલ પર થયેલા હુમલા માટે જવાબદાર પાકિસ્તાન તાલિબાનનો પ્રવક્તા પૂર્વ અહસાન-ઉલ્લા-અહસાન જેલમાંથી ભાગી ગયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -