Trending News: તાજેતરમાં છરી વડે હુમલો કરવાની ઘટનાથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. તાંઝાનિયામાં છરી મારવાની આ ઘટના બાદ પણ ભારતીય યુઝર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ઘટના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલ સાથે બની છે. જેની જાણકારી ખુદ કિલી પોલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપી છે.
તાંઝાનિયાના ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલને ભારતમાં લાખોની સંખ્યામાં યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ કિલી પોલના બોલિવૂડ ફિલ્મો તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મોના ગીતો અને સંવાદો પરનો લિપ-સિંગ વીડિયો છે. જેને ભારતીય યુઝર્સ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. હાલમાં, કિલી પોલ હાલમાં ખતરાની બહાર છે. તેણે સોશિયલ મીડિયા પર આપેલા અપડેટમાં જણાવ્યું છે કે છરીથી હુમલો કરવા ઉપરાંત તેને લાકડીથી પણ માર મારવામાં આવ્યો છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી એક સ્ટોરીમાં તેણે કહ્યું કે પાંચ અજાણ્યા હુમલાખોરોએ તેના પર છરી વડે હુમલો કર્યો અને લાકડી વડે માર માર્યો. જેના કારણે તેને પાંચ ટાંકા લેવા પડ્યા હતા. તેણે જણાવ્યું કે તેના જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે અને 5 ટાંકા પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે તેણે જણાવ્યું કે તેણે બે હુમલાખોરોને માર મારીને પોતાનો બચાવ પણ કર્યો.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં તાંઝાનિયામાં ભારતીય હાઈ કમિશન દ્વારા કિલી પોલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કિલી પોલના વખાણ કર્યા છે. હાલ સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ગયો છે. યુઝર્સ તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ તેઓ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.