કોરોનાની મહામારી વચ્ચે વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. અમેરિકન કંપની મૉર્ડનાએ અમેરિકા અને યુરોપમાં કોવિડ-19ની વેક્સીનના ઈમરજંસી ઉપયોગની મંજૂરી માંગી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં વેક્સીન 94 ટકા અસરદાર સાબિત થઈ હોવાનો મૉર્ડનાએ દાવો કર્યો છે.


મૉર્ડનાએ નિયામક પાસેથી મંજૂરી મળવાની આશા વ્યક્ત કરી છે. મૉર્ડનાએ દાવો કર્યો છે કે વેક્સીનથી અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. આવેદન બાદ અમેરિકા અને યુરોપના નિયામક આ વેક્સીન સાથે જોડાયેલ તારીખનું અધ્યયન કરીને નિર્ણય લેશે.

મોર્ડનાએ સોમવારે જાહેરાત કરી કે, તેમની વેક્સીન 94.1 ટકા અસરકારક છે. કંપનીએ એવો પણ દાવો કર્યો કે કોરોનાના ગંભીર દર્દીઓ પર તેમની વેક્સિન 100 ટકા અસરકારક સાબિત થઈ છે.

કંપનીએ આ ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ વધુ એક પગલું ભર્યું છે. મોર્ડના ફાર્માએ કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે યુએસએફડીએ અને યૂરોપીન મેડિસન એજન્સી અમેરિકા માટે 20 મિલિયન ડોઝ તૈયાર કરવાનું આયોજન છે.

મૉર્ડનાના ચીફ મેડિકલ ઓફિસર ટેલ જક્સનું કહેવુ છે કે અમે માનીએ છીએ કે અમારી પાસે એક વેક્સીન છે જે ખુબજ પ્રભાવશાળી છે. હવે અમારી પાસે તેને સાબિત કરવા માટે ડેટા છે. અમે આ મહામારીને કાબુ કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવવાની આશા વ્યક્ત કરી રહ્યા છીએ.