નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પોતાનાથી 23 વર્ષ નાની સફાઈ કામ કરતી યુવતી સાથે વરસોથી શારિરિક સંબંધો હોવાનો ધડાકો થયો છે. 68 વર્ષના પુતિન સાથેના સંબંધોથી આ યુવતી શ્વેતલાના ક્રિવોનોગીખ એક દીકરીની માતા પણ બની છે. આ દીકરીની વય અત્યારે 17 વર્ષ છે. સ્વેતલાના અત્યારે 45 વર્ષની સ્વેતલાના ક્રિવોનોગીખ એક પુત્રીની માતા બની હતી, જે હાલમાં 17 વર્ષની છે. સ્વેતલાના અને પુતિન વચ્ચે 1999થી શારીરિક સંબંધો હોવાનું કહેવાય છે. પુતિન રશિયાના પહેલી વાર પ્રીમિયર બન્યા ત્યારે બંને વચ્ચે સંબદો હતા ને પુતિન સત્તાવાર ઓફિસમાં જ તેની સાથે શરીર સુખ માણતા એવો દાવો પણ કરાયો છે.


સ્વેલતાના આશરે 700 કરોડથી વધુની સંપત્તિ છે. સેંટ પીટર્સબર્ગના પોશ વિસ્તારમાં પુતિન રહે છે અને આ જ વિસ્તારમાં સ્વેતલાનાનો વિલા પણ છે. તેની 17 વર્ષની પુત્રી એલીઝાવૅટાના પિતા પુતિન જ હોવાનું મનાય છે. એલીઝા સગીર હોવાથી તસવીરમાં તેના ચહેરાને દર્શાવવામાં આવ્યો નથી પણ ફેસ રેક્ગ્નિશન નિષ્ણાતો જણાવે છે કે, પુતિનના ચહેરમાં અને એલીઝાવૅટાના ચહેરાના ફિચર્સ 70 ટકા મળતાં આવે છે. યુકેની બ્રૅડફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર વિઝ્યુઅલ કમ્યૂટિંગના પ્રોફેસર હસન યુગાલે કહ્યું કે, ચહેરાની સામ્યતા જોતા તેઓ એકબીજા સાથે સંબંધિત હોય તેમ લાગે છે.

'પ્રોજેક્ટ' મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એલીઝાવૅટાનો જન્મ વર્ષ 2003માં થયો હતો અને તે સમયે પુતિનનું તેમની પૂર્વ પત્ની લ્યુડમિલા સ્ખ્રેબનોવા સાથે ડિવોર્સ થયા નહોતા. એલીઝાવૅટાના જન્મના દસ્તાવેજોમાં તેના પિતાના નામ તરીકે વ્લાદિમિરોવના જ લખેલું છે. 17 વર્ષીય એલીઝાવૅટા પુતિનની દીકીર હોવાના મીડિયામાં રીપોર્ટ આવ્યા પછી તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તેનો ચહેરો દેખાતો હોય તેવા તમામ ફોટા દૂર કરી દીધા છે. સ્વેતલાના પુતિન સાથે રોસિયા બેન્કમાં હિસ્સેદારી ધરાવે છે. આ ઉપરાંત વિવિધ શહેરોમાં પણ તેની પ્રોપર્ટી હોવાનું મનાય છે.