India China Row: લદ્દાખ ક્ષેત્રમાં ચીનની આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાત ઘણી વધારે છે અને તેથી જ તે આક્રમક રીતે તેની સેના (PLA) તૈનાત કરી રહ્યું છે જેથી તે ભારત તરફ વધુ વિસ્તારોનો દાવો કરી શકે. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં આ વાત કહેવામાં આવી છે.


ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલી ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની બેઠકમાં તૈયાર કરાયેલ સંબંધિત દસ્તાવેજે જણાવ્યું હતું કે, દેશની સરહદ સંરક્ષણ વ્યૂહરચનાને ભવિષ્ય માટે આર્થિક પ્રોત્સાહન સાથે નવો અર્થ અને ઉદ્દેશ્ય આપવાની જરૂર છે.


પત્રમાં કહેવામાં આવ્યું છે કે રણનીતિને ક્ષેત્ર વિશેષ બનાવવું જોઇએ. દાખલા તરીકે તુરતુક અથવા સિયાચીન સેક્ટર અને દૌલત બેગ ઓલ્ડી અથવા દેપસાંગ મેદાનમાં સરહગ પર્યટનને આક્રમક રીતે પ્રોત્સાહન આપવું જોઇએ.


ડીબીઓમાં કારાકોરમ અંગે દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તે ભારતના સિલ્ક રોડના ઇતિહાસ સાથે પ્રાચીન જોડાણ ધરાવે છે અને આ વિસ્તારને સ્થાનિક પ્રવાસીઓ માટે ખોલવાથી તેના દૂરસ્થ સ્થાનની ધારણા તૂટી જશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે પાસ પર સાહસિક અભિયાનો ફરી શરૂ કરી શકાય છે અને ટ્રેકિંગ અને હાઇકિંગ વિસ્તારો મર્યાદિત રીતે ખોલી શકાય છે.


તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનને પૂર્વીય સરહદી વિસ્તારમાં ખૂબ જ વધુ આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાત છે અને તે આક્રમક રીતે ભારત તરફના પેટ્રોલિંગ પોઈન્ટ્સ (PPs) પર વિસ્તારોનો દાવો કરવા માટે તેની સૈન્ય તૈનાત કરી રહ્યું છે.


ત્રણ દિવસીય વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.


દસ્તાવેજમાં જણાવાયું છે કે ડેમચોકમાં નાના કૈલાશ પર્વતને પ્રવાસીઓ માટે પ્રાર્થના કરવા માટે ખોલવામાં આવી શકે છે અને આનાથી તે ધર્મપ્રેમી હિન્દુઓ માટે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે જેઓ માનસરોવરની યાત્રાએ જઈ શકતા નથી.


Mike Pompeo: શું ચીનના આક્રમક વલણના કારણે Quadમાં સામેલ થયુ ભારત? અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો


Mike Pompeo on India Foreign Policy: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ભારત વિદેશ નીતિ અંગે સ્વતંત્ર વલણ ધરાવે છે. માઈક પોમ્પિયોએ દાવો કર્યો હતો કે વિદેશ નીતિ પર સ્વતંત્ર અભિગમ અપનાવનાર ભારતે ચીનની આક્રમક ગતિવિધિઓને કારણે પોતાની રણનીતિ બદલવી પડી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે ભારત ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થયું છે.


અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ તેમના નવા પુસ્તક 'Never Give an Inch: Fighting for the America I Love'માં ચીન સાથેના સંબંધો અને ક્વાડમાં ભારતના સામેલ થવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો.


ભારત-ચીન સંબંધોનો ઉલ્લેખ


માઈક પોમ્પિયોએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 31 મહિનાથી લાંબા સમય સુધી સીમા વિવાદ રહ્યો હતો. જૂન 2020 માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધોમાં ગંભીર તણાવ રહ્યો હતો. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે