બ્રિટન સહિતના દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન સંશોધકોએ જેનેટિક કોડમાં 23 નવા ફેરફાર શોધ્યા છે. ૨૩માંથી ૬ જેનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના ૧૭ ફેરફાર એવા છે જેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.
સંશોધકોને ડેટાના અભ્યાસના આધારે કહ્યું છે કે, કોરોનાના કોરોનાના સ્વરૂપમાં સૌથી પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં જ બ્રિટનના કેંટ પ્રાંતમાં જોવા મળ્યો હો. બીજું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં નોંધાયું હતું. નવેમ્બરમાં કોરોના સંક્રમણ વધ્યું તે વખતે વધારે તપાસ કરતાં પ્રથમ વખત સ્વરૂપમાં બદલાવ થયાનું જણાયું હતું. તે પછી બાકીના સ્વરૂપો ડિસેમ્બરમાં જોવા મળ્યા હતા.
સંશોધકોએ નવા કોરોના વાયરસના સાત લક્ષણો પણ ઓળખી કાઢ્યા છે. જેમાં મોટાભાગે તો કોરોનામાં જ જોવા મળતાં લક્ષણો છે. તાવ, ઉધરસ, થાક, માથાનો દુઃખાવો, ઝાડા, મસલ્સમાં દુઃખાવો અને ચામડીમાં ચકામા પડી જાય તો નવા સ્વરપનો કોરોના હોઈ શકે છે.
બ્રિટન સહિત દુનિયાભરના સંશોધકો કોરોના વાયરસના નવા સ્વરૂપનો તોડ મેળવવાની મથામણમાં પડયા છે. ઘણાં સાઇન્ટિસ્ટો કોરોના વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ ન બદેલ તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.