કેટલા દેશોમાં ફેલાયો?
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઓછામાં ઓછા 5 દેશમાં ફેલાઇ ચુક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનનો એક પ્રવાસી રોમ પહોંચ્યો હતો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ મળ્યો હતો. ફ્રાંસમાં પણ નવા વાયરસને લઇ ચેતવણી આપવામાં આવી છે.
બ્રિટનમાં કોવિડ-19 મામલા કેમ વધ્યા?
મ્યુટેશનના કારણે તૈયાર થયેલો આ નવો કોરોના વાયરસ પહેલા કરતા વધારે સંક્રમક ગણાવવામા આવી રહ્યો છે અને બ્રિટનમાં મામલા વધવા પાછળ તે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે નવો કોરોના વાયરસ 70 ટકા સુધી વધારે સંક્રમક છે. નવેમ્બર મહિનામા ડેનમાર્કમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 9 અને ઓસ્ટ્રેલિયામાં 1 મામલા મળ્યા હતા. નેધરલેન્ડમાં ચાલુ મહિને નવા સ્ટ્રેનનો એક મામલો સામે આવ્યો છે.
રિપોર્ટ મુજબ, લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. લંડન અને સાઉથ ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડના 60 ટકા મામલા નવા સ્ટ્રેનના જણાવામાં આવી રહ્યા છે. આ કારણે બ્રિટનમાં કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે.