નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે આજે યુદ્ધનો 18મો દિવસ છે. રશિયા પર યૂક્રેન પરના હુમલાને લઇને અમેરિકા અને યુરોપીયન યૂનિયનના દેશોએ જબરદસ્ત એક્શન લેતા મોટા પ્રતિબંધો લગાવી દીધા છે. હવે આની અસર ખરાબ આવી શકે છે. જો યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ જવાના પણ અણસાર છે. ખરેખરમાં પહેલીવાર બીજા વિશ્વયુદ્ધ પછી આટલુ મોટુ યુદ્ધ કોઇ બે દેશો વચ્ચે શરૂ થયુ છે, અને દુનિયાના દેશો ધીમે ધીમે બે ભાગમાં વહેંચાઇ રહ્યાં છે. એટલુ જ નહીં બીજી બાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે પણ તણાવ ચરમ પર પહોંચી રહ્યો છે. જાણો કયા દેશ કોના પક્ષમાં આવી શકે છે....... 


કયા કયા દેશ રશિયા અને યૂક્રેનની સાથે છે આવશે-
આ યુ્દ્ધે 40 વર્ષ બાદ એકવાર ફરીથી આખી દુનિયાને બે જુથોમાં વહેંચી દીધી છે. રશિયાની વાત કરીએ તો તેના સમર્થનમાં આવેલો ક્યૂબા સૌથી પહેલો દેશ છે. ક્યૂબામાં યુદ્ધ દરમિયાન સીમાવર્તી ક્ષેત્રોમાં નાટોના વિસ્તારને લઇને અમેરિકાની નિંદા કરી હતી અને કહ્યું હતુ કે બન્ને દેશોએ વૈશ્વિક શાંતિ માટે કૂટનીતિક રસ્તો અપનાવવો જોઇએને હલ કાઢવો જોઇએ. વળી બીજીબાજુ ચીન પણ રશિયાનુ સમર્થન કરી રહ્યું છે. ચીને પહેલાથી જ કહ્યું હતું કે નાટો યૂક્રેનમાં મનમાની કરી રહ્યું છે. 


આ દેશો ઉપરાંત ક્યારેક સોવિયત સંઘનો ભાગ રહેલુ અર્મેનિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને બેલારુસ પણ રશિયાનો સાથ આપી શકે છે. આ દેશોને રશિયા સાથે હોવાનુ એક મોટુ કારણ છે કે આ છ દેશોએ સામૂહિક સુરક્ષા સંધી સંગઠન પર હસ્તાક્ષર કર્યા છે. જેનો અર્થ છે કે જો રશિયા પર કોઇપણ દેશ દ્વારા હુમલો કરવામાં આવે છે તો આ દેશ પણ રશિયાની મદદ માટે આગળ આવશે અને રશિયા પર થયેલો હુમલો ખુદ પર હુમલો માનશે. 


ઇરાન પણ કરશે રશિયાનુ સમર્થન - 
મીડિલ ઇર્સ્ટમાં ઇરાન રશિયાની સાથે આવી શકે છે. ખરેખરમાં રશિયા સતત ઇરાનને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરવામાં લાગ્યુ છે. બન્ને દેશોના સંબંધો ન્યૂક્લિયર ડીલ અસફળ થવાથી દુરી બની ગઇ હતી. વળી, ઉત્તર કોરિયા પણ રશિયાનો સાથ આપી શકે છે. વળી પાકિસ્તાન પણ રશિયાનુ સમર્થન કરી શકે છે કેમ કે પાકિસ્તાનના પીએમ હાલમાં જ રશિયાના પ્રવાસે ગયા છે. 


આ દેશો કરી શકે છે યૂક્રેનનુ સમર્થન -
હાલમાં બનેલી સ્થિતિને જોતા નાટોમા સામેલ યૂરોપીયન દેશો બેલ્ઝિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાનસ, આઇસલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, બ્રિટન અને અમેરિકા પુરેપુરી રીતે યૂક્રેનનુ સમર્થન કરશે. જર્મની અને ફ્રાન્સ પણ યૂક્રેનનો સાથ આપી શકે છે કેમ કે તેને તાજેતમરમાં મૉસ્કોને પ્રવાસ કર્યો હતો, અને વિવાદને શાંત કરવા માટેની વાત કહી હતી. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ યૂક્રેનનુ સમર્થન કરી રહ્યું છે. સાથે જ તેને રશિયા પર પ્રતિબંધ લગાવવાનુ પણ એલાન કર્યુ છે. 


શું છે ભારતનુ સ્ટેન્ડ -
ઉલ્લેખનીય છે કે, આ વખતે તટસ્થની ભૂમિકામાં ભારત એકલો દેશ છે, ખરેખરમાં આ આખા સંકટ પર ભારતે તટસ્થ વલણ અપનાવી રાખ્યુ છે. આનુ સૌથી મોટુ કારણ અમેરિકા અને રશિયા બન્ને દેશો સાથે ભારતના સારા સંબંધો છે. ભારતની જીડીપીનો 40 ટકા ભાગ ફૉરન ટ્રેડમાંથી આવે છે. ભારતનો મોટાભાગનો વેપાર અમેરિકા અને તેમને સહયોગી પશ્ચિમ દેશો ઉપરાંત મીડિલ ઇર્સ્ટમાં થાય છે. ભારત પશ્ચિમી દેશોમાંથી એક વર્ષમાં લગભગ 350-400 બિલિયન ડૉલરનો વેપાર કરે છે જ્યારે રશિયા અને ભારતની વચ્ચે પણ 10 થી 12 બિલિયન ડૉલરનો વેપાર છે.