વાસ્તવમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ જાહેરાત કરી હતી કે 2022માં પાકિસ્તાન અવકાશમાં પોતાનો પ્રથમ માનવી મોકલશે.તેમણે કહ્યું કે, અવકાશ મિશન માટે અવકાશયાત્રીની પસંદગીની પ્રક્રિયા ફેબ્રુઆરી 2020માં શરૂ કરવામાં આવશે. ચૌધરીએ ટ્વિટમાં કહ્યું કે, આ જાહેરાત કરતા મને ગર્વ થાય છે કે અવકાશમાં પ્રથમ પાકિસ્તાનીને મોકલવા માટેની પસંદગી પ્રક્રિયા ફેબ્રુઆરી 2020માં શરૂ કરવામાં આવશે. આ માટે 50 લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી પસંદગી કરાશે. 2022માં અમે અમારો પ્રથમ વ્યક્તિને અવકાશમાં મોકલીશું. આ અમારા દેશનો સૌથી મોટો અવકાશ કાર્યક્રમ હશે.
ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની એરફોર્સ અંતરિક્ષ મિશન માટે અવકાશયાત્રીની પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે. અંતિમ તબક્કામાં 10 પાયલટોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમાંથી એકને અવકાશમાં મોકલાશે.