TIME Magazine Layoffs: અમેરિકન જાણીતા ટાઈમ મેગેઝિને આર્થિક સંકડામણના કારણે 22 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. લોકમત ટાઈમ્સ અંગ્રેજીમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ટાઇમ મેગેઝીન આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે તેના વિભાગો બંધ કરી રહ્યું છે. સંપાદકીય, ટેક્નોલોજી, વેચાણ, માર્કેટિંગ અને સ્ટુડિયો સહિત અનેક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. કંપનીએ તેના કર્મચારીઓને મોકલેલા મેલમાં લખ્યું છે કે અમારા પ્રતિભાશાળી સાથીદારોને અલવિદા કહેવું અવિશ્વસનીય રીતે મુશ્કેલ છે. ટાઇમ મેગેઝિન તેમના યોગદાન માટે ખૂબ આભારી છે.


ટાઈમ મેગેઝીનના સીઈઓ જેસ સિબલીએ કહ્યું કે નોકરીઓમાં કાપ મુકવાનો નિર્ણય લેતા પહેલા તમામ પડકારોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જો સમયસર નિર્ણયો લેવામાં ન આવે તો મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું મુશ્કેલ છે.


નોંધનીય છે કે ટાઈમ મેગેઝિન પોતાનું ધ્યાન હવે આબોહવા, એઆઈ અને સ્વાસ્થ્ય જેવા ઉચ્ચ-વૃદ્ધિ કવરેજ ક્ષેત્રો તરફ કેન્દ્રિત કરી રહ્યું છે. આ રણનીતિથી મીડિયા ઉદ્યોગમાં પરિવર્તનના આ સમયગાળા દરમિયાન આ મેગેઝિનનું નેતૃત્વ કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. કંપની જાહેરાત સ્પોન્સરશિપ અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા આવકમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેનો ધ્યેય તેની બ્રાન્ડેડ સામગ્રી ઓફરિંગને વિસ્તારવાનો અને સોશિયલ મીડિયા પર જાહેરાત વધારવાની રીતો શોધવાનો પણ છે.


નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં અબજોપતિ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. એક તરફ ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ તે પહેલા કંપનીએ મોટી છટણીની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં કાપ મુકવાનું કહી ટેસ્લાએ 6,000 લોકોની છટણી કરવાની તૈયારી કરી છે.


સૌથી પહેલા ટેસ્લાના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1.13 બિલિયન ડોલર હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 2.51 બિલિયન ડોલર હતો. મતલબ કે કંપનીના નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. ઘટતા નફાની સાથે ટેસ્લાની આવકમાં પણ 2020 પછી પ્રથમ વખત ઘટાડો થયો છે.


આ પણ વાંચોઃ


Air India: એર ઇન્ડિયાએ છટણી માટે લોન્ચ કરી VRS સ્કીમ, આટલા કર્મચારીઓને થશે અસર