ગૂગલ મેપ્સનો આપણે અવાર નવાર ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ બ્રિટનમાં ગૂગલ મેપ્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનના લિવરપૂલમાં ત્રણ મહિલાઓ તેમના ઘર પાસે ઉભી રહીને વાતો કરત હતી. આ દરમિયાન એક મહિલા ટોપલેસ થઈ ગઈ હતી. તે વખતે તેને કોઈ જોઈ રહ્યાનો જરા પણ અંદાજ નહોતો. મહિલાએ જે સમયે કપડાં ઉતાર્યા ત્યારે ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂમાં તેની તસવીર કેદ થઈ ગઈ હતી.
મહિલાને જરા પણ ખ્યાલ નહોતો કે.....
ધ સન યૂકેના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનના લિવરપૂલ વિસ્તારમાં સડક કિનારે આવેલા ઘરના દરવાજા પાસે ઉભી રહીને ત્રણ મહિલાઓ વાતો કરતી હતી. તે સમયે ત્રણેયની તસવીરો ગૂગલ મેપના સ્ટ્રીટ વ્યૂ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારણકે તેમની પાસેથી પસાર થયેલી કાર સ્ટ્રીય વ્યૂ કેમેરાથી સજ્જ હતી. તસવીરમાં એક મહિલા પોતાનું ટોપ ઊંચું કરતી જોવા મળી રહી છે.
કેવી રીતે કામ કરે છે ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂ
ગૂગલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કારમાં માઉંટેડ કેમેરા લાગેલા હોય છે. જે ગૂગલ મેપ્સમાં ઉપયોગમાં લેવા 360 ડિગ્રી પિક્ચર લેવામાં સક્ષમ હોય છે. દરેક તસવીરનો તેના સ્થાન સાથે મેળવવા આ કેમેરાથી અનેક તસવીરો ખેંચવામાં આવે છે ઉપરાંત જીપીએસ ડેટા કેપ્ચર કરવામાં આવે છે. દરેક કેમેરો ફોટો ઓવરલેપ હોય છે અને વિશેષ સોફ્ટર દ્વારા તેને જોડીને એક નક્શો બનાવવામાં આવે છે. ગૂગલની કારમાં ત્રણ લેસર પણ હોય છે, જે ઈમારતો અને અન્ય વસ્તુઓને પ્રતિબિંબિત કરે છે અને ગૂગલને તેનું ચિત્રનું થ્રીડી મોડલ બનાવવામાં મદદ કરે છે.