વોશિંગટન: કોરોના વાયરસથી સૌથી ખરાબ સ્થિતિ અમેરિકામાં સર્જાઈ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી પ્રભાવિત દેશની અર્થવ્યવસ્થા ફરી ખોલવાની નવી તબક્કાવાર યોજના રજૂ કરી છે. તેઓએ ગર્વનરોને પોત-પોતાના રાજ્યમાં લાગેલા પ્રતિબંધોને હટાવી લેવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.


અમેરિકામાં 95 ટકાથી વધુ આબાદી હાલમાં ઘરોમાં બંધ છે અને 2.5 કોરોડથી વધુ અમેરિકીઓએ બેરોજગારી ભથ્થા માટે આવેદન પણ કર્યું છે. અમેરિકામાં 6 લાખ 40 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 31 હજારથી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

ટ્રંપે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, તેમનું પ્રશાસન નવા સંઘીય દિશાનિર્દેશ જારી કરી રહ્યું છે, જેનાથી ગવર્નર પોતાના રાજ્યોને ફરી ખોલવા પર તબક્કાવાર નિર્ણય લઈ શકે છે. તેઓએ કહ્યું કે, આર્થિક દબાણની વચ્ચે લાંબા સમય સુધી લોકડાઉનથી જન સ્વાસ્થ્ય મોટી અસર પડશે. તેઓએ કહ્યું કે, જો જમીની પરિસ્થિતિઓ ઠીક રહી તો સ્વસ્થ અમેરિકી કામ પર પરત ફરશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, સંપૂર્ણ બંધ કરવા કરતા અમે વધુ સંવેદનશિલ લોકોને અલગ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરીશું. તેઓએ વધુમાં કહ્યું કે, કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ દિશા નિર્દેશોથી તે સુનિશ્ચિત થશે કે દેશ ચાલતો રહ જેથી આપણે જલ્દી તેમાંથી બહાર આવી શકીએ.

આ દિશા નિર્દેશ સરકારે મુખ્ય ચિકિત્સા વિશેષજ્ઞોએ બનાવ્યા છે અને પુષ્ટ તથ્યો પર આધારિત છે. પ્રથમ તબક્કા માટે દિશાનિર્દેશોમાં ભાલમણ કરવામાં આવી છે કે જો ફ્લૂ જેવા લક્ષણો અને કોરોના વાયરસના મામલાની સંખ્યામાં 14 દિવસ સુધી ઘટાડો થાય છે તો રાજ્ય ઘર પર રહેવાનો આદેસ અને અન્ય પ્રતિબંધો હટાવી શકે છે.
બીજા તબક્કામાં વાયરસથી ઝપેટમાં આવવાથી સંવેદનશીલ લોકોને એક સ્થાન પર આશ્રય આપવું. ઘરથી કામ કરવા માટે પ્રેરિત કરવું અને સાર્વજનિક સ્થાનોને બંધ રાખવા સામેલ છે.

વ્હાઈટ હાઉસમાં સંવાદદાતા સન્મેલનમાં કહ્યું કે, ‘આપણી અર્થવ્યવસ્થા દુનિયાના ઈતિહાસમાં સૌથી મોટી છે. આપણે આ યુદ્ધને જીતવા માટે તેને બંધ કરી તથા હવે આપણે તેની સામે જીત તરફ છે. અમારો દ્રષ્ટિકોણ અર્થવ્યવસ્થાને ત્રણેય તબ્બાકમાં ખોલવાનો છે. અમે બધુ જ એક સાથે નથી ખોલી રહ્યાં પરંતુ તેને એક સાવધાનીપૂર્વક ઉઠાવી રહ્યાં છે તથા કેટલાક રાજ્યોના મુકાબલે જલ્દી ખુલી શકશે. ’