નવી દિલ્હીઃ એક મહિલા ટૂરિસ્ટે બીચ પર ફરતા સમયે માત્ર પાતળા દોરા જેવી બિકીની પહેરી હતી. સોશિયલ મીડિયા પર તસવીર સામે આવ્યા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી અને તેના પર દંડ લગાવ્યો. આ ઘટના ફિલિપિન્સના બોરાકે આઈલેન્ડની છે.

મળતી માહિતી મુજબ પોલીસે 26 વર્ષની લિન જૂ તિંગની ઉપર કાર્યવાહી કરી. લિન તાઇવાનની રહેવાસી છે. પોલીસે લિનની ધરપકડ કર્યા બાદ કહ્યું કે તેઓ જ્યાં સુધી 3400 રૂપિયા દંડ પેટે ભરશે નહીં ત્યાં સુધી તેને છોડાશે નહીં. લિન પોતાના બોયફ્રેન્ડની સાથે ફિલિપિન્સ ફરવા આવી હતી.

એક રિપોર્ટ પ્રમાણે લિન બિકીની પહેરીને બે વખત પુકા બીચ પર ગઇ હતી. જો કે એ સામે આવ્યું નથી કે મહિલા પર કયા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. બની શકે છે કે તાઇવાનના અશ્લીલતા સંબંધિત કાયદાની અંતર્ગત ધરપકડ કરાઇ હોય.

સ્થાનિક પોલીસ પ્રમુખ જેસ બેલૉને કહ્યું કે મહિલાના કપડાના લીધે બુધવાર અને ગુરૂવારના રોજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ટુરિસ્ટ્સે તેની તસવીરો ખેંચી. તેણે દોરા જેટલી પાતળી બિકીની પહેરી હતી. અમારા કંઝરવેટિવ કલ્ચરમાં આ અસ્વીકાર્ય છે.