તોફાન આવ્યા અગાઉથી જ તેની અસરના કારણે ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. રગ્બી વર્લ્ડકપની બે મેચોને પણ રદ કરી દેવામાં આવ્યા છે. તોફાનના કારણે જાપાની ગ્રાન્ડ પ્રિક્સમાં પણ મોડું થયું છે અને ટોક્સો ક્ષેત્રમાં તમામ ઉડાણો રદ કરી દેવાઇ છે અને રેલવે સેવાને પર પણ અસર પડી છે. ટોક્યોમાં દરેક થિયેટર્સ, શોપિંગ મોલ અને કારખાના બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
જાપાન હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું કે, તોફાન સ્થાનિક સમયઅનુસાર સાંજે લગભગ સાત વાગ્યા અગાઉ હોંશુ દ્ધીપ પર ટકરાયું હતું. ત્યારબાદ આ તોફાન ટોક્યોથી દક્ષિણ પશ્વિમ તરફ વળ્યું હતું. તોફાન બીચ પર પહોંચતા અગાઉ જ આ 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે.