અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન એરફોર્સ વન  મંગળવારે સાંજે સ્વિટ્ઝર્લૅન્ડ જવા રવાના થયાના લગભગ એક કલાક પછી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફર્યું હતું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈરોલિન લીવિટે જણાવ્યું હતું કે ટેકઓફ પછી વિમાનમાં નાની ઇલેક્ટ્રિકલ ખામી આવી હતી, જેના કારણે સાવચેતીપૂર્વક પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Continues below advertisement

વિમાનમાં હાજર એક  પત્રકારના જણાવ્યા અનુસાર, ટેકઓફ પછી તરત જ પ્રેસ કેબિનની લાઇટ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. જોકે, તે સમયે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું ન હતું. ટેકઓફ પછી લગભગ અડધા કલાક પછી પત્રકારોને જાણ કરવામાં આવી હતી કે વિમાન પરત ફરી રહ્યું છે. એરફોર્સ વન વિમાન વોશિંગ્ટન, ડીસી ક્ષેત્રમાં  સુરક્ષિત રીતે ઉતર્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિના દળે બેકઅપ વિમાનમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ માટે ઉડાન ભરી હતી. 

બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ WEF માં ટ્રમ્પની પ્રથમ પ્રત્યક્ષ હાજરી 

Continues below advertisement

આ રાષ્ટ્રપતિ ટ્રમ્પની બીજી વખત પદ સંભાળ્યા પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ પ્રથમ વખત પ્રત્યક્ષ હાજરી છે. ટ્રમ્પ આજે યુએસ નીતિઓ પર બોલવાના છે. પ્રસ્થાન પહેલાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ગેસના નીચા ભાવ અને મજબૂત અર્થતંત્રનો ઉલ્લેખ કર્યો હતો.

હાલમાં એરફોર્સ વન તરીકે ઉપયોગમાં લેવાતા બંને વિમાનો લગભગ ચાર દાયકા જૂના છે. બોઇંગ નવા વર્ઝન વિકસાવી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટમાં સતત વિલંબ થઈ રહ્યો છે. આ વિમાનો ખાસ સલામતી ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં રેડિયેશન શિલ્ડિંગ, મિસાઇલ વિરોધી પ્રણાલીઓ અને અત્યાધુનિક સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે, જેનાથી રાષ્ટ્રપતિ વિશ્વના કોઈપણ સ્થળેથી લશ્કરી સંપર્ક બનાવી રાખે છે.

નોંધનીય છે કે ગયા વર્ષે કતારના રાજવી પરિવારે ટ્રમ્પને એક લક્ઝરી બોઇંગ 747-8 જમ્બો જેટ ભેટમાં આપ્પ્યું હતું, જેને એરફોર્સ વન કાફલામાં સમાવેશ કરવા માટે વ્યાપકપણે ચર્ચા કરવામાં આવી છે. હાલમાં સલામતીના ધોરણોને પૂર્ણ કરવા માટે વિમાનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, લેવિટે મજાકમાં ટિપ્પણી કરી હતી કે કતારનું જેટ આ સમયે "ઘણો સારો વિકલ્પ લાગે છે".

WEF ની 56મી વાર્ષિક બેઠક

WEF ની 56મી વાર્ષિક બેઠક 19 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન દાવોસમાં યોજાઈ રહી છે, જેમાં 130 થી વધુ દેશોના આશરે 3,000 વૈશ્વિક નેતાઓ હાજરી આપી રહ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને ઝડપી તકનીકી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.