અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે ચીન પર વાર કરતા ભારતને ક્યા દેશોથી ખતરો છે તે મુદ્દે ચેતાવણી આપી હતી. શું કહ્યું જાણીએ... મંગળવારે બાઇડન સરકારમાં વિદેશ મંત્રી બનવા જઇ રહેલા એન્ટોની બ્લિંકને પોમ્પિયોના નિવેદન વિશે વાત કરી હતી.  પોમ્પિયોએ બ્રિક્સ સંગઠન મુદ્દે વાત કરતા ચીન પર નિશાન સાધ્યું હતું. ભારત પરને કયા દેશથી ખતરો  બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન સાઉથ આફ્રિકાનું એક સંગઠન છે. પોમ્પિયોએ બી બ્રાઝિલઅ અને આઇ ઇન્ડિયાને લઇને કહ્યું કે, સી ચાઇન અને આર મતલબ રશિયા બંને દેશ બી અને આઇના લોકો માટે ખતરારૂપ છે. જો કે પોમ્પિયોએ સાઉથ આફ્રિકા વિશે કંઇ નથી જણાવ્યું. ચીન અને ભારત વચ્ચે તણાવ ચરચસીમા પર છે. બંને દેશની સેના લદ્દાખ સીમા પર હજું પણ સામા સામે છે. સીમા પર હજુ પણ તણાવની સ્થિતિ યથાવત છે. તો બીજી તરફ રશિયા સાથેને ભારતના સંબંધમાં પણ અંતર આવી ગયું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગર્ઇ લાવરોફે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશ ભારતને ચીન વિરોધી મહોરો બનાવી રહ્યાં છે.