નવી દિલ્હીઃ ભારત પછી અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ટિકટોક ઉપર બેન કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ ઉપર પ્રતિબંધના આદેશ પર ગુરુવારે હસ્તાક્ષર કર્યા હતા. જે અનુસાર 45 દિવસ બાદ પ્રતિબંધ લાગુ થશે.


આદેશમાં કહેવાયુ છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ રાષ્ટ્રની સુરક્ષની રક્ષા માટે ટિકટૉકના માલિકો વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવી જોઇએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિકટૉકને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આદેશ અનુસાર આ ડેટા સંગ્રહથી ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની વ્યક્તિગત અને માલિકીની જાણકારીના ડૉઝીયર બનાવવા અને કૉર્પોરેટ જાસૂસી કરવાની મંજૂરી આપે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની કમ્યનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની જિદગીમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. તેનાથી તે અમેરિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સના લોકેશનને ટ્રેસ કરી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલી જાસૂસી કરી શકે છે. પર્સનલ માહિતીના આધારે બ્લેકમેઈલ પણ કરી શકે છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું જો આ અમેરિકન કંપનીને વેચવામાં નહીં આવે તો 15 સપ્ટેમ્બર સુધી તેને અમેરિકામાં પ્રતિબંધ કરી દેવામાં આવશે. ટ્રમ્પે એ પણ કહ્યું કે જો કોઇ વેચાણ થાય છે તો તેનો ભાગ અમેરિકન ટેક્સપેયર્સને પણ મળવો જોઇએ.

ભારતે અત્યાર સુધીમાં 106 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો

અમેરિકા પહેલા ભારત પણ ચાઈનીઝ એપ બેન કરી ચૂક્યું છે. જૂનના અંતમાં ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન કરી. બીજા તબક્કામાં ચીનની 47 એપ બેન કરી હતી.