નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ખતરનાક રૂપ લઈ રહ્યો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એક વખત વિશ્વને ચેતવણી આપી છે. WHOએ સાવચેત કર્યા કે કોઈ ભૂલ ન કરો, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHO પ્રમુખ ટેડ્રોસે કહ્યું, “અનેક દેશોમાં મહામારીની હજુ શરૂઆત થઈ છે. જ્યાંથી મહામારીની શરૂઆત થઈ હતી ત્યાં ફરી કેસ જોવા મળી રહ્યા છે. કોઈ ભૂલ ન કરે, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે.”


WHOના ટોપ ઇમરજન્સી એક્સપર્ટ ડો. માઈક રયાને વૈશ્વિક પ્રવાસને ખોલવાને લઈને ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું, આ જોખમભર્યું હોઈ શકે છે.

WHOએ વિશ્વમાં લોકડાઉન હટાવવાને લઈને સાવધાની રાખવા માટે કહ્યું છે. વિશ્વના અનેક દેશો લોકડાઉનમાં છૂટ આપી રહ્યા છે અથવા તો હટાવી રહ્યાછે. WHOએ તેને લઈને પણ ચેતવણી આપી છે.

પહેલા પણ WHOએ આપી હતી ચેતવણી

બે દિવસ પહેલા WHO પ્રમુખે ચેતવણી આપી હતી કે, ‘આનાથી પણ ખરાબ સમય આવવાનો છે.’ WHOના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનોસે ધેબ્રેયેસસે જોકે એ ન જમાવ્યું કે, તેમને આવું શા માટે લાગેછે કે સ્થિતિ આગળ ચાલીને વધારે ખરાબ થઈ શકે છે.

આશા છે, અમેરિકા ફરી WHOનું ફિન્ડિંગ નહીં રોકે- WHO પ્રમુખ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખે કહ્યું કે તેમને આશા છે કે સ્વાસ્થ્ય એજન્સીનું ફન્ડિંગ રોકવાના નિર્ણય પર અમેરિકા ફરીથી વિચાર કરશે. તેમણે કહ્યું કે, તે અમેરિકાના સાંસદો દ્વારા રાજીનામું માગ્યા બાદ પણ ‘જીવન બચાવવા’ માટે કામ કરતા રહેશે.