ન્યૂયોર્કઃ અમેરિકાના ફ્લોરિડા તરફ ચક્રવાત હરિકન ડોરિયન ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. સાથે તેમણે લોકોને એલર્ટ રહેવાનું પણ કહ્યુ હતું. ટ્રમ્પે ટ્વિટ કરી જણાવ્યું કે, પ્યૂર્ટો રિકો નજીક હરિકેન ડોરિયન તોફાન પહોંચી ચૂક્યું છે. આ ખૂબ ખરાબ સમાચાર છે. ફ્લોરિડાના લોકો તૈયાર રહો. તોફાન આવી રહ્યું છે. આ ભીષણ રૂપ લઇ શકે છે.


ટ્રમ્પે કહ્યું કે, હરિકેન ડોરિયન તોફાન રવિવારે મોડી રાત્રે ફ્લોરિડામાં ટકરાઇ શકે છે. ફલોરિડાના લોકો તૈયાર રહો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરો. આ તોફાન ભીષણ તબાહી મચાવી શકે છે. આ અગાઉ વર્ષ 2017માં અમેરિકાના ફ્લોરિડામાં તોફાન ઇરમાએ તબાહી મચાવી હતી. જેમાં અનેક લોકોના મોત થયા હતા.

છેલ્લે જ્યારે ફ્લોરિડામાં તોફાન આવ્યુ હતું ત્યારે ભારતીય મૂળના હજારો અમેરિકન નાગરિકો સહિત લાખો લોકોએ રાજ્ય બહાર કાઢવામાં આવ્યા હતા. તે સિવાય આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના અલબામા અને જ્યોર્જિયા શહેરમાં તોફાને તબાહી મચાવી હતી.