trump stopped 8 wars: ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટની સાઈડલાઈનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ખાસ મુલાકાત થઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા મોટો દાવો કર્યો હતો કે તેમણે દુનિયાભરમાં અત્યાર સુધી 8 યુદ્ધો અટકાવ્યા છે. તો બીજી તરફ પીએમ મોદીએ દરિયાઈ વેપાર, હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) અને ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ગંભીર ચર્ચાના અંતે ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના ભારોભાર વખાણ પણ કર્યા હતા.

Continues below advertisement

"મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે"

આ મીટિંગ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જૂનો દાવો ફરી દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે, "મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધનો જલ્દી અંત આવે. મેં અત્યાર સુધીમાં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે. સાચું કહું તો, આ યુદ્ધ રોકવું સૌથી સરળ કામ હોઈ શકે છે, પરંતુ તેઓ બંને એકબીજાને પસંદ નથી કરતા, જેના કારણે આ પરિસ્થિતિ થોડી વધારે મુશ્કેલ બની ગઈ છે."

Continues below advertisement

પીએમ મોદીએ ઉઠાવ્યો દરિયાઈ સુરક્ષાનો મુદ્દો

બેઠક દરમિયાન પીએમ મોદીએ પણ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે કતારના કિનારે ભારતીય ખલાસીઓ પર થયેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે દરિયાઈ વેપારની દુનિયામાં લાખો ભારતીય ખલાસીઓ અલગ-અલગ મહાસાગરોમાં સેવા આપીને વૈશ્વિક પ્રગતિમાં મોટો ફાળો આપી રહ્યા છે. મારું માનવું છે કે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તમે શાંતિ માટે જે પ્રયાસો કર્યા છે, તેનાથી મને પૂરો વિશ્વાસ છે કે આ કરારથી ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને તેમને પ્રાથમિકતા મળશે."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "આપણે સૌ એ વાત સાથે સહમત છીએ કે ગ્લોબલ ઈકોનોમી (વૈશ્વિક અર્થતંત્ર) માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રહે તે ખૂબ જરૂરી છે. અમે હંમેશા કહ્યું છે કે દરિયામાં નેવિગેશનની (આવરજવરની) સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ, અને આપણે સૌએ સાથે મળીને આ વાત પર ભાર મૂક્યો છે."

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....

ટ્રમ્પે કર્યા પીએમ મોદીના વખાણ

જ્યારે આ મીટિંગમાં ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેઓ પશ્ચિમ એશિયામાં ભારતની કોઈ મોટી ભૂમિકાની અપેક્ષા રાખી રહ્યા છે? ત્યારે જવાબમાં યુએસ રાષ્ટ્રપતિએ તરત જ કહ્યું કે, "હા, મને એવી પૂરી આશા છે. મને લાગે છે કે ભારત દરેક બાબતમાં એક મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. અને જ્યાં સુધી પીએમ મોદી નેતા છે, ત્યાં સુધી ભારત ચોક્કસપણે એક મોટી ભૂમિકા ભજવતું રહેશે."

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?