અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે આદેશ આપ્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલતાં હોય તેમણે અમેરિકા છોડીને પરત ફરવું પડશે. ઓનલાઈન ક્લાસ ચાલતાં હોવાથી તેમને અમેરિકામાં રહેવું ફરજિયાત નથી. ભારતના 2.51 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે.
આવી સ્થિતિમાં અંદાજે 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ જવાનો આદેશ અમેરિકન સરકારે કર્યો છે. જો વિદેશી સ્ટૂડન્ટ્સ પરત નહીં ફરે તો તેમનો દેશનિકાલ કરાશે. અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે નવો આદેશ જારી કર્યો હતો.
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના આદેશ પ્રમાણે, વિદેશી સ્ટૂડન્ટ્સે અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. વિદેશી સ્ટૂડન્ટ્સ જે યુનિવર્સિટીમાં સ્ટડી કરતાં હશે એ યુનિવર્સિટીએ જો ‘માત્ર ઓનલાઈન’ કેટેગરીના ક્લાસ શરૂ કરી દીધા હશે તો એવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે નહીં. ‘માત્ર ઓનલાઈન’ ક્લાસ હોવા છતાં જે વિદેશી સ્ટૂડન્ટ્સ અમેરિકામાં રહેશે તો તેમને ફરજિયાત દેશનિકાલ કરાશે.
જે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓએ માત્ર ઓનલાઈન ક્લાસની જાહેરાત નહીં કરી હોય તેવા સ્ટૂડન્ટ્સ રહી શકશે પરંતુ અમેરિકન સરકાર યુનિવર્સિટીઓને પણ માત્ર ઓનલાઈન ક્લાસ ચલાવવાનું દબાણ કરી રહી હોવાથી મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓને આ નવો નિયમ અસરકર્તા રહેશે.
ઈમિગ્રેશન વિભાગે એક નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, 2020નું હવે પછીનું સેમેસ્ટર ક્લાસરૂમમાં બેસીને લેવાશે નહીં એટલે વિદેશી સ્ટૂડન્ટ્સને અમેરિકામાં રહેવું જરૂરી નથી. તેમનો બાકીનો અભ્યાસક્રમ ઓનલાઈન લેવાશે.
સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું જે સેમેસ્ટર શરૂ થશે એ સંદર્ભમાં આ નવું નોટિફિકેશન લાગુ પડશે. 2018-19ના એજ્યુકેશન સેશનમાં 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ હતા જેમાં અઢી લાખ વિદ્યાર્થીઓ તો ભારતના હતા. સૌથી વધુ અસર ચીન અને ભારતના વિદ્યાર્થીઓને થશે.
ભારતના 2.51 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે. ચીનના સૌથી વધુ 4.78 લાખ વિદ્યાર્થીઓ અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. જે સ્ટૂડન્ટ્સ એફ-1 અને એમ-1 કેટેગરીના વિઝા મેળવીને અમેરિકામાં સ્ટડી માટે ગયા હતા તેમને સૌથી વધુ અસર થશે.
એટલું જ નહીં, 2020ના નવા સત્રથી અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જેમનો અભ્યાસક્રમ શરૂ થવાનો હશે તેમને પણ આ નવા નિયમની અસર થશે. આ નિર્ણયથી એવા દેશોના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે જે દેશમાં હજુ પણ ટ્રાવેલ બેન છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થઈ નથી એવા દેશોના વિદ્યાર્થીઓ સ્વદેશ કેવી રીતે પહોંચશે તે પણ મોટો સવાલ ખડો થશે.
ટ્રમ્પનો લાખો ભારતીયોને અમેરિકા છોડી દેવા આદેશ, જે નહીં જાય તેમને ડીપોર્ટ કરાશે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 09:10 AM (IST)
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે આદેશ આપ્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલતાં હોય તેમણે અમેરિકા છોડીને પરત ફરવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -