Indian Army Woman Officer : તુર્કી અને સીરિયામાં ભૂકંપથી પ્રભાવિત લોકોને બચાવવાનો પ્રયાસ કરતી ભારતીય મહિલા સૈનિકની તસવીર દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે. આ તસવીર તુર્કીના ઇસ્કેન્ડરુન શહેરની આર્મી ફિલ્ડ હોસ્પિટલની છે. તસવીરમાં એક ભારતીય મહિલા અધિકારી નજરે પડી રહી છે જેને બચાવ કામગીરીના ભાગરૂપે હોસ્પિટલમાં લાવવામાં આવેલી એક મહિલા ગળે લગાવી રહી છે. ભારતીય સેનાની મહિલા અધિકારીની આ તસવીરને દુનિયાભરમાંથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કુદરતના કહેર વચ્ચે હજારો કિલોમીટર દૂર પહોંચીને પણ માનવ જીંદગીને બચાવવાનું આ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. 


ભારતીય સેના દ્વારા આ તસવીર શેર કરવામાં આવી છે અને કેપ્શન લખવામાં આવ્યું છે - અમે કાળજી રાખીએ છીએ. વાસ્તવમાં, ભૂકંપ બાદ રાહત કાર્ય માટે ભારતે ઓપરેશન 'દોસ્ત' હેઠળ ભારતીય સેના અને NDRFની ટીમ તુર્કી મોકલી આપી છે જે ત્યાંના કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરી રહી છે.


શું છે ઓપરેશન દોસ્ત?


ભૂકંપ સહાય તરીકે ભારતે ઓપરેશન દોસ્ત હેઠળ 2 NDRF ટીમો, ડૉક્ટરો અને રાહત સામગ્રી સાથે ભારતીય વાયુસેનાનું C-17 વિમાન મોકલ્યું છે. અહીં ભારતીય સેના 30 અસ્થાયી હોસ્પિટલો બનાવીને લોકોની સારવાર કરશે.


ભારતની સાથે-સાથે અમેરિકા, રશિયા, બ્રિટન અને ઈઝરાયેલ સહિત ઘણા દેશો તુર્કી અને સીરિયાને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. યુએન એજન્સી પણ બચાવ કાર્યમાં લાગેલી છે અને તેના પર નજર રાખી રહી છે.


ત્રણ તસવીરોમાં જુઓ ભારતીય સેના કેવી રીતે જીવ બચાવી રહી લોકોના જીવ




NDRF ટીમોની કેટલીક એવી તસવીરો સામે આવી છે, જેને જોઈને દરેક ભારતીયને આ જવાનો પર ગર્વ થશે. 




6 વર્ષની બાળકીને NDRFની ટીમે બચાવી હતી, જે બાદ હોસ્પિટલમાં બાળકીની સારવાર દરમિયાનની તસવીર. 




ભૂકંપ બાદથી એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક નિર્દોષોના જીવ બચાવવામાં વ્યસ્ત છે.


Operation Dost: તબાહીના નિશાન... તુર્કી બન્યુ સ્માશાન- 19 હજારના મોત, મદદ કરવા પહોંચ્યુ ભારતનું છઠ્ઠુ વિમાન


તુર્કી-સીરિયા ભૂકંપ બાદ ભારત (India) સતત ત્યાંના લોકોની મદદ કરવામાં લાગ્યુ છે. ભારત સરકાર 'ઓપરેશન દોસ્ત' (Operation Dost) અંતર્ગત રાહત સામગ્રી મોકલી રહ્યું છે. આ અંતર્ગત આજે (9 ફેબ્રુઆરી) ભારત રાહત સામગ્રથી ભરેલી છઠ્ઠી ફ્લાઇટ (6th Flight) તુર્કી મોકલી છે. વિદેશ મંત્રાલય એસ જયશંકર (S.Jaishankar) એ જાણકારી આપતા કહ્યું કે, - આજે છઠ્ઠુ વિમાન તુર્કી પહોંચી ગયુ છે. 


અધિકારિક જાણકારી અનુસાર, ભારતના છઠ્ઠા વિમાન  5 C-17 IAF વિમાનમાથી 250 થી વધુ બચાવ કર્મી, વિશેષ ઉપકરણો અને 135 ટનથી વધુની રાહત સામગ્રી તુર્કી મોકલવામાં આવી છે. ભૂકંપના કારણે કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા અને ત્યાં ઘાયલોને ઇલાજ કરાવવા માટે ભારત દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યુ છે. છઠ્ઠી ફ્લાઇટમાં બચાવ દળ, ડૉગ સ્ક્વૉડ, દવાઓ અને અન્ય જરૂરી સામાન મોકલવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બતાવ્યુ કે, 'ઓપરેશન દોસ્ત' અંતર્ગત છઠ્ઠી ફ્લાઇટ પહોંચી ચૂકી છે, અને ત્યાંના લોકોની મદદ કરવામાં આવી રહી છે.