સેન ફ્રાંસિસ્કો: સોશિયલ મીડિયા સાઈટ પર કોઈપણ વ્યક્તિનું એકાઉન્ટ સેફ નથી. આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે જેમાં ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જૈક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. એકાઉન્ટ હેક થયા બાદ આપત્તિજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. હેકરને ટ્વીટના માધ્યમથી જૈક ડોર્સી પર નસ્લી ટિપ્પણી કરી અને તેમના મુખ્યાલયમાં બોમ્બ હોવાની અફવાહ પણ ઉડાડી.
એકાઉન્ટ હેક થયાની ખબર પડ્યા બાદ ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યા હતા. કેટલાક ટ્વીટમાં ચકલિંગસ્કવૈડ લખ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક હેકર્સનું સમૂહ છે. હેકર સમૂહે નાજી જર્મનીના સમર્થનમાં પણ ટ્વીટ કર્યા. ટ્વિટરના એક પ્રવક્તાએ કહ્યું, 'અમે જાણીએ છીએ કે જૈક ડોર્સીનું એકાઉન્ટ હેક થયું છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.'
આ મામલાની જાણકારી સામે આવ્યા બાદ લોકોએ ટ્વિટર પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું ટુ સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ ટ્વિટરના સહ સંસ્થાપકનું એકાઉન્ટ સુરક્ષિત કેમ ન રાખી શક્યું. લોકોએ ચિંતા વ્યક્ત કરી કે આ સેવા પોતાના પ્રમુખનું એકાઉન્ટ પણ સુરક્ષિત ન રાખી શકી.
Twitter ના CEO જૈક ડોર્સીનું એકાઉન્ટ થયું હેક, કરવામાં આવ્યા આપત્તિજનક ટ્વીટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2019 04:08 PM (IST)
ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જૈક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. એકાઉન્ટ હેક થયા બાદ આપત્તિજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -