નવી દિલ્હી: ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે હેક થઈ ગયું હતું. એકાઉન્ટ હેક થયા બાદ તેમાં અનેક વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા છે. હેકરે આ ટ્વિટ દ્વારા જેક ડોર્સી પર જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી અને ઓફિસમાં બોમ્બ હોવાની અફવા પણ ઉડાવી છે. જો કે થોડીવાર બાદ તેને રિકવર કરી લીધું હતું.

અકાઉન્ટ હેક થયાની જાણ થયા બાદ ટ્વિટર તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જૈકી ડૉર્સીનું એકાઉન્ટ હેક થયું છે અને અમે તેની તપાસ કરી રહ્યાં છે.

ટ્વીટરના સીઈઓનું જ એકાઉન્ટ સુરક્ષિત નથી એમ કરીને અનેક યૂઝર્સ સવાલ ઉઠાવી રહ્યાં છે કે સીઈઓનું જ એકાઉન્ટ સુરક્ષિત નથી તો અમારુ કઈ રીતે હોઈ શકે ? યૂઝર્સે સવાલ કર્યા કે ટૂ સ્ટેપ વેરિફિકેશને સીઈઓના એકાઉન્ટને સુરક્ષિત કેમ નથી રાખ્યું.

Facebookના હોમ પેજમાં થયો આ મોટો ફેરફાર, શું હવે FB ફ્રી નહીં રહે?