નવી દિલ્હી: બે મોટા ધૂમકેતુ (એસ્ટેરૉયડ) પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જે આજે રાતે પૃથ્વીની નજીકથી પસાર થશે. NASA લાંબા સમયથી આ ધૂમકેતુ પર નજર રાખી રહ્યું હતું. હવે નાશાએ દાવો કર્યો છે કે આ ધૂમકેતુ પૃથ્વીની ખૂબજ નજીકથી પસાર થશે. જેનો આકાર બૂર્જ ખલીખા જેટલો મોટો હશે. ધૂમકેતુ 2000 QW7 અને 2010 C01 પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે.

ઉલ્લેખનીય છે કે બૂર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી ઇમારત છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે ધૂમકેતુનો આકાર કેટલો મોટો હશે. જો કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. નાસાએ જણાવ્યુકે, ભારતીયસમયાનુસાર 13-14ની રાત્રે  વાગ્યે ધૂમકેતુ પસાર થવાના છે


એક ધૂમેકેતુની જાણકારી નાસાને 2000માં મળી હતી. જ્યારે બીજા ધૂમકેતની જાણકારી 2010માં મળી હતી.

નાસાએ એવી કોઈ પણ આશંકાને નકારી દીધી છે કે આ ધૂમકેતુ આપણા ગ્રહ માટે ખતરો પેદા કરી શકે છે. આ ધૂમકેતુ પૃથ્વીથી 3.5 મિલિયન જેટલા અંતરથી પસાર થશે.

નાસા અનુસાર અન્ય એક ધૂમકેતુ સુર્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ધૂમકેતુને હાલમાં જ શોધી કાઢ્યો છે. જો કે આ ધૂમકેતુ પૃથ્વીથી ખૂબજ દૂરથી પસાર થશે.