નવી દિલ્હીઃ ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે એફએટીએફએ ઇસ્લામાબાદને ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોન ન્યૂઝના મતે પેરિસમાં મંગળવારે એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનની એ કાર્યવાહીની સમીક્ષા કરી જેને પાકિસ્તાને અગાઉથી જ મની લોન્ડરિંગ  અને ટેરર ફંડિંગને નિયંત્રિત કરવા માટે પગલા ઉઠાવ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદને આ ચાર મહિનામાં વધુ કાર્યવાહી કરવી પડશે.


મની લોન્ડરિંગ અને ટેરર ફંડિગ રોકવાને લઇને પાકિસ્તાન દ્ધારા યોગ્ય પગલા નહી ભરવાના કારણે અસંતુષ્ઠ એફએટીએફને પાકિસ્તાનને બ્લેક લિસ્ટથી લિંક કર્યું છે અને ફેબ્રુઆરી 2020માં આ મામલા પર અંતિમ નિર્ણય લીધો છે. આ મામલામાં નવી પ્રગતિના સંબંધમાં ઔપચારિક નિર્ણય 18 ઓક્ટોબરના રોજ લેવાશે.

પાકિસ્તાનના નાણામંત્રાલયના પ્રવક્તા ઉમર હમીદ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે, આ સત્ય નથી અને 18 ઓક્ટોબર અગાઉ આવું કાંઇ નહોતું. આર્થિક મામલાના મંત્રી હમ્માદ અઝહરની આગેવાનીમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળે બેઠકમાં કહ્યું કે, ઇસ્લામાબાદે 27માંથી 20 બાબતો પર સકારાત્મક પ્રગતિ કરી છે. એફએટીએફે પાકિસ્તાન દ્ધારા ઉઠાવાયેલા પગલા અને વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તુર્કી, ચીન અને મલેશિયા દ્ધારા એક સાથે કરવામાં આવેલા સમર્થનના આધાર પર એફએટીએફે પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં સામેલ નહી કરવા અને વધુ પગલા ભરવા માટે વધુ સમય આપવાનો નિર્ણય કર્યો હતો. કોઇ પણ દેશને બ્લેકલિસ્ટ નહી કરવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશોનું સમર્થન જરૂરી હોય છે.