Wolf Man in Germany: તમે વરૂણના ધવનની ફિલ્મ 'ભેડિયા'માં એક માણસને વરુ બનતો જોયો હશે. હકીકતમાં, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 'વુલ્ફ મેન' જર્મનીમાં જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર વુલ્ફ મેન સેન્ટ્રલ જર્મનીના હાર્જ પહાડોમાં ફરતો જોવા મળ્યો હતો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


 એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વુલ્ફ મેન દેખાયો તે પાંચ વર્ષથી તે જંગલમાં રહેતો હતો. ત્યાંથી પસાર થતા બે મુસાફરોએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના શરીર પર કોઈ કપડા નહોતા હાથમાં એક લાકડાનો ભારો હતો.


પહાડો પર જોવા મળ્યો 'વુલ્ફ મેન'


 આ સમાચાર પછી હવે સોશિયલ મીડિયા પર વુલ્ફ મેન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, આ માણસ જર્મનીના હાર્જ પર્વત પર જંગલમાં એક ખંડેર કિલ્લા પાસે લાકડાના ભાલા સાથે જોવા મળ્યો હતો. અસ્પષ્ટ તસવીરમાં આ વ્યક્તિ જમીન પર બેઠો દેખાય છે અને રેતી સાથે રમતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ફરવા ગયેલા  31 વર્ષની જીના વેઈસ અને તેના 38 વર્ષીય મિત્ર ટોબીએ આ વ્યક્તિની તસવીર લીધી હતી


પ્રવાસી જિના વેઇસના કહેવા પ્રમાણે, જ્યારે તે રેતીની ગુફાઓ પાસે પહોંચ્યો ત્યારે તેણે ત્યાં વુલ્ફ મેનને જોયો. તે ગુફાના સર્વોચ્ચ સ્થાને ઊભો હતો અને તેની પાસે ભાલા જેવી લાંબી લાકડી હતી. તે વ્યક્તિની ઉંમર 40 વર્ષ હોય તેવો અનુમાન છે.  આટલું જ નહીં આ બંને પ્રવાસીઓએ  બંનેએ તે વરુ સાથે 10 મિનિટ સુધી ઝઘડો કર્યો હતો.




 


 વુલ્ફ મેન પહેલા પણ દેખાયો હતો


  જો કે આ પહેલીવાર નથી જ્યારે વુલ્ફ મેન કથિત રીતે આ વિસ્તારમાં જોવા મળ્યો હોય. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલા પણ ઘણી વખત લોકો વૂલ્ફ મેન આ વિસ્તારમાં દેખાયો હોય તેવો દાવો કરી ચૂક્યાં છે. અધિકારીએ કહ્યું કે, માર્ચ મહિનામાં પણ ત્યાં ફરતા બે લોકોએ પોલીસને ફોન કર્યો હતો કે, આ વિસ્તારમાં વૂલ્ફ મેન ફરી રહ્યો છે.


જો કે  ત્યાંના ફાયર બ્રિગેડના સભ્યોએ એવો પણ દાવો કર્યો છે કે, તેઓએ ત્યાં લોકોને વરુની ફર પહેરા કપડામાં જોયા હશે. અહીંનો મોટો ભાગ જર્મની જંગલોથી ઢંકાયેલો છે. આ કારણે ત્યાંના લોકોમાં અનેક કાલ્પનિક કથાઓ ખીલતી રહે છે.