Philippines Typhoon Update: ફિલિપિન્સમાં તોફાન ‘રાય’ (Typhoon Rai) એ ભીષણ તબાહી મચાવી છે. તોફાનના કારણે અત્યાર સુધીમાં 208 લોકોના મોત થયા છે. અનેક લોકો હજુ પણ ગુમ છે. નેશનલ પોલીસે સોમવારે કહ્યું કે આ વર્ષે ફિલિપિન્સમાં આવેલા સૌથી ભયાનક તોફાનમાં મરનારાઓની સંખ્યા વધીને 208 થઇ ગઇ છે. તોફાન ‘રાય’એ ફિલિપિન્સના દક્ષિણી અને મધ્ય ક્ષેત્રોમાં તબાહી મચાવી છે. જેમાં ઓછામાં ઓછા 238 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 52 લોકો હજુ ગુમ છે. એક રિપોર્ટ અનુસાર કેટલાક વર્ષોમાં આવેલા સૌથી ભયાનક તોફાનમાંનું એક છે.
ફિલિપિન્સમાં ગુરુવારે એક સુપર ટાયફૂન રાયના કારણે સેંકડો લોકો બેઘર થઇ ગયા હતા. તોફાનના કારણે 3 લાખથી વધુ લોકો પોતાના ઘરો અને સમુદ્ર કિનારેના રિસોર્ટથી ભાગવા મજબૂત બન્યા હતા. ફિલિપિન રેડ ક્રોસે દરિયા કિનારાના વિસ્તારમાં ખૂબ નુકસાનની સૂચના આપી છે. રેડ ક્રોસના અધ્યક્ષ રિચર્ડ ગોર્ડને કહ્યું કે મકાનો, હોસ્પિટલો, સ્કૂલ અને સામાજિક ભવનોને ખૂબ નુકસાન પહોંચ્યુ છે.
તોફાન રાયે મકાન, હોસ્પિટલની છતો ઉડાવી દીધી છે. વિજળીના થાંભલા ઉખાડી નાખ્યા છે. લાકડાના ઘરોના ટૂકડે ટૂકડા કરી દીધા છે અને અનેક ગામમાં પૂર આવ્યું છે. પ્રાન્તિય ગવર્નર આર્થર યાપે પોતાના ફેસબુક પેજ પર કહ્યું કે બોહોલ દ્ધિપને ખૂબ નુકસાન પહોંચ્યું છે. ચોકલે હિલ્સના વિસ્તારોમાં 74 લોકો માર્યા ગયા છે. 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સિરગાઓ, દીનાગટ અને મિંડાનાઓ દ્ધિપો પર ભીષણ તબાહી મચાવી છે.
પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક