ગાંધીનગરઃ હેડ ક્લાર્કના પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા લેવામાં આવેલા હેડ ક્લાર્કનું પેપર સાણંદમાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતુ. આ જાણકારી રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોફ્રરન્સમાં જણાવી હતી.


તેમણે કહ્યું કે સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું. પ્રેસના કર્મચારી કિશોર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. કિશોર આચાર્ય સાણંદમાં આવેલા પ્રિંટીંગ પ્રેસનો હેડ છે. કિશોર આચાર્યએ પ્રેસમાંથી પેપર લીધું હતું. 10 તારીખે કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું.


ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં રેંજ આજી અભય ચુડાસમાએ જણાવ્યું કે 10મી તારીખે પેપર લીક કરાયું હતુ. પ્રિટિંગ વિભાગના હેડ કિશોર આચાર્યએ મંગેશને રૂપિયા નવ લાખમાં પેપર વેચ્યું હતું.  ત્યાર બાદ મંગેશે દીપકને વેચ્યું હતું અને દીપકે આ પેપર જયેશ પટેલને વેચ્યું હતું. પોલીસે આ મામલામાં આરોપી કિશોર, મંગેશ અને દીપકની પણ ધરપકડ કરી છે. જ્યારે જયેશ પટેલ હજી ફરાર છે. આરોપી દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલંસ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પેપર લીક કાંડમાં કુલ 11 આરોપીની ધરપકડ કરાઈ છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી.


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?


 


રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........


 


વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............


 


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ