ન્યૂયોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટનના ઘર પર બુધવારે વિસ્ફોટક સામગ્રી મોકલવવામાં આવી છે. આ સામગ્રી ન્યૂયોર્કમાં બિલ ક્લિન્ટન અને તેમની પત્ની હિલેરી ક્લિન્ટનના ઘર અને ઓબામાના વોશિંગ્ટન ઘર પર મોકલવામાં આવી છે.

જાણકારોના મતે બંન્ને નેતાઓના ઘર પર વિસ્ફોટક સામગ્રી મોકલવામાં આવી હતી. આ વિસ્ફોટક સામગ્રી કુરિયર દ્ધારા મોકલવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એપીના મતે આ વિસ્ફોટક સામગ્રી એક ટેકનિક વિશેષજ્ઞે પકડી જે હિલેરી અને બિલ ક્લિન્ટનના મેલ ચેક કરતો હતો. એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, ન્યૂયોર્ક સિટી પાસેના વિસ્તારમાં ક્લિન્ટનના ઘર પર વિસ્ફોટક સામગ્રી મળી છે. આ જ રીતે વિસ્ફોટક સામગ્રી અબજપતિ જ્યોર્જ સોરોઝના ઘર પર મળી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ સામગ્રી કોણે અને ક્યા ઉદેશ્યથી મોકલી છે. વિસ્ફોટક સામગ્રીની તપાસમાં એફબીઆઇ, સીક્રેટ સર્વિસ અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીની મદદ કરી રહ્યા છે.