UAEએ પોતાના દેશની વસ્તી કરતા વધુ કોરોના ટેસ્ટ કરી નાખ્યા છે. UAEની વસ્તી 99 લાખ છે, કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી 1 કરોડ 4 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
વર્લ્ડોમીટર અનુસાર UAEમાં અત્યાર સુધી કોરોના વાયરસના 101,840 કેસ નોંધાયા છે. આ વાયરસથી માત્ર 436 લોકોના મોત થયા છે. આ અરબ દેશમાં અત્યાર સુધી 91,710 લોકો વાયરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 9694ની હજુ સારવાર ચાલી રહી છે. બુધવારે UAEમાં 1046 નવા કેસ નોંધાયા છે અને માત્ર એક વ્યક્તિનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં સૌથી વધુ 16 કરોડ કોરોના વાયરસના ટેસ્ટ થયા છે. તેના બાદ સૌથી વધુ કોરોના પ્રભાવિત અમેરિકાનો નંબર આવે છે. અહીં 11 કરોડ ટેસ્ટ થયા છે. તેના બાદ ભારત છે, અહીં 8 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચોથા નંબરે રશિયા છે.