નવી દિલ્હી: બ્રિટનની એક કોર્ટે ભાગેડું હીરાના બિઝનેસમેન નીરવ મોદીની પાંચમી વખત જામીન અરજી ફગાવી દીધી છે. 14 હજાર કરોડ રૂપિયાનું પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નીરવ મોદીએ હાલમાં બ્રિટેનની જેલમાં જ રહેવું પડશે. ભારતે પીએનબી કૌભાંડ અને મની લોન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી છે. 49 વર્ષીય નીરવ મોદીની ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી.


આ પહેલા નિરવ મોદી ચાર વખત જામીન માટે અરજી કરી ચૂક્યો છે. પોતાના જામીન માટે 2 મિલિયન પાઉન્ટ આપવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે ચૌથી વખતે તેના જામીન માટે ડબલ રકમ 4 મિલિયન પાઉન્ડ ભરવાની વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે તેના અનુરોધને એ આધારે અરજી ફગાવી દીધી હતી કે, તે દેશમાંથી ભાગી જશે.


પોતાની પાંચમી જામીન અરજીમાં નીરવ મોદીએ કડક શરતો સાથે જામીન માગ્યા હતા. જેવા કે ઘરમાં નજરકેદ અને 24 કલાક મોનિટરિંગ. પરંતુ બ્રિટનની કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.