UKના મિનિસ્ટર ઓફિસમાં કર્મચારી યુવતીને કિસ કરતા હતા તેનો ફોટો થઈ ગયો વાયરલ ને..........

આ પહેલા 42 વર્ષીય કન્ઝર્વેટિવ નેતા મૈટ હૈનકૉક સીસીટીવીમાં વિચિત્ર રીતે ઝડપાઇ ગયા હતા, તે પોતાની ઓફિસમાં સાથી મહિલા સાંસદ જિના કોલાડેંગલો (43)ને કિસ કરતા દેખાય હતા.

Continues below advertisement

નવી દિલ્હીઃ દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે એક વિચિત્ર તસવીર સામે આવી છે. થોડાક દિવસો પહેલા બ્રિટનના કેબિનેટ મંત્રી મૈટ હૈનકૉકની અસભ્ય તસવીર વાયરલ થઇ હતી જેમાં તે પોતાની ઓફિસની એક મહિલા કર્મચારીને કિસ કરતા દેખાઇ રહ્યાં હતા, આ તસવીર વાયરલ થયા બાદ મૈટ હૈનકૉક પર કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. હવે રિપોર્ટ છે કે બ્રિટનના આ કેબિનેટ મંત્રી મૈટ હૈનકૉકે શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયમાંથી રાજીનામુ ધરી દીધુ છે. પોતાની નજીકની સહયોગી સાથે ચુંબનને લઇને કૉવિડ નિયમોના ભંગનો ચારેય બાજુથી તેઓ આરોપ ઝીલી રહ્યાં હતા, અને રાજીનામુના દબાણ પણ હતુ.

Continues below advertisement

મૈટ હૈનકૉકે આપ્યુ રાજીનામુ- 
મૈટ હૈનકૉકે કિસ કરવાની વાત સ્વીકારી લીધી હતી, અને પ્રધાનમંત્રી જૉનસનને પત્ર લખ્યો હતો, તેમાં મૈટ હૈનકૉકે કહ્યું- સરકાર તે લોકોની ઋણી છે જેમને આ મહામારીમાં ઘણુબધુ ગુમાવ્યુ છે. આ સાથે મૈટ હૈનકૉકે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ઉલ્લંઘન કરવા મામલે ફરીથી માફી માંગી હતી. ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો હતો. આ પહેલા 42 વર્ષીય કન્ઝર્વેટિવ નેતા મૈટ હૈનકૉક સીસીટીવીમાં વિચિત્ર રીતે ઝડપાઇ ગયા હતા, તે પોતાની ઓફિસમાં સાથી મહિલા સાંસદ જિના કોલાડેંગલો (43)ને કિસ કરતા દેખાય હતા. કોલાડૈંગલો મૈટ હૈનકૉકની જુની મિત્ર અને સહયોગી છે. ઉલ્લેખનીય છે કે આ તસવીર વાયરલ થયા બાદ મંત્રી મૈટ હૈનકૉકે માફી પણ માંગી લીધી હતી. 

શું છે મામલો- 
ખરેખરમાં, મૈટ હૈનકૉકે પોતાના સહકર્મી જીના કોલાડોંગેલોને ઓફિસમાં જ કિસ કરી લીધી હતી. પરંતુ સીસીટીવી કેમેરામાં મંત્રીની આ હરકત કેદ થઇ ગઇ, અને બાદમાં વીડિયો ક્લિપ તરીકે મીડિયા સુધી પહોંચી ગઇ હતી. બ્રિટીશ મીડિયામાં આ ક્લિપ બતાવવામા આવી હતી, જેમાં 42 વર્ષીય મૈટ હૈનકૉક 43 વર્ષીય જીના કોલડાંગેલોને ગળે મળીને કિસ કરતા દેખાઇ રહ્યાં હતા. ખાસ વાત છે કે કોલાડાંગેલો કરોડપતિ છે અને લૉબિસ્ટ તરીકે એક્ટિવ રહે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વીડિયો 6 મેનો છે, સીસીટીવીમાં નોંધાયેલા સમયાનુસાર આ વ્હાઇટ હૉલ કાર્યાલયની બહારની ગલીમાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસનો છે. 


Continues below advertisement
Sponsored Links by Taboola