Russia Ukraine Conflict : રશિયા તરફથી યૂક્રેન પર હુમલા વધુ તેજ કરી કરી દેવામાં આવ્યા છે. રશિયાન રાષ્ટ્રપતિ પુતિન સતત યૂક્રેન સેનાને હથિયાર હેઠા મુકવા કરી રહ્યાં છે, પરંતુ યૂક્રેન પણ જાહેરાત કરી ચૂક્યુ છે કે તે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડશે. હવે કડીમાં એક દિલચસ્પ વાત સામે આવી છે. ખરેખરમાં રશિયન સેનાને ભ્રમિત કરવા માટે યૂક્રેને એક નવી ચાલ ચાલી છે. 


રશિયન સેના યૂક્રેનના તમામ મોટા શહેરોમાં ઘૂસી ગઇ છે, અને હવે કીવ પર પણ તાબડતોડ હુમલા કરી રહી છે, આ બધાની વચ્ચે રશિયન સેનાને રસ્તો ભટકાવવા માટે યૂક્રેને નવી ચાલ ચાલી છે, રશિયન સેનાને ભ્રમિત કરવા માટે રૉડ-રસ્તા પર લાગેલા તમામ દિશા સૂચક બોર્ડને હટાવી રહ્યું છે. આવુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે રશિયન સેના આસાનીથી શહેરની કોઇપણ મુખ્ય જગ્યાઓ પર ના પહોંચી શકે અને આમતેમ ભટકતી રહે.


કેટલીય જગ્યાઓથી હટાવી દેવાયા સાઇન બોર્ડ-
રિપોર્ટ અનુસાર, આ આઇડિયા પર શનિવારે કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે, કેટલીય જગ્યાઓએથી સાઇન બોર્ડ હટી ચૂક્યા છે, તો વળી, બાકીની જગ્યાઓ પરથી હટાવવામાં આવી રહ્યાં છે. યૂક્રેનમાં બિલ્ડિંગ અને રૉડના મેઇન્ટેનન્સનુ ધ્યાન રાખનાની એક પ્રાઇવેટ કંપનીએ બતાવ્યુ કે તે તમામ રસ્તાઓ પરથી એક એક દિશા સૂચક બોર્ડ હટાવી રહી છે, જ્યાંથી રશિયન સેના આસાનીથી અમારા દેશમાં રસ્તો શોધીને મુખ્ય જગ્યાઓ પર પ્રવેશ ના કરી શકે. 


આ પણ વાંચો..........


ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો


યુક્રેનનો રશિયા પર પલટવાર, 3500 રશિયન સૈનિકો, ટેન્ક, વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો કર્યો દાવો, ફોટા પણ જાહેર કર્યા


GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી


JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર


Horoscope Today 27 February 2022: આજે છે વિજયા એકાદશી, 5 રાશિના જાતકોએ આ કામથી રાખવું પડશે અંતર, જાણો તમામ રાશિનુ રાશિફળ


Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’