Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આજે શનિવારે રશિયન સૈનિકોના પરિવારજનોને ભાવનાત્મક અપીલ કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. ઝેલેન્સકીએ રશિયન સૈનિકોની માતાઓને અપીલ કરી કે, તેઓ તેમના પુત્રોને યુક્રેનના યુદ્ધમાં ન મોકલે. ઝેલેન્સકીએ કહ્યું, "હું ફરી એકવાર રશિયન માતાઓને, ખાસ કરીને સૈનિકોની માતાઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના બાળકોને બીજા દેશમાં યુદ્ધમાં ન મોકલે. તમારો પુત્ર ક્યાં છે તે શોધો. જો તમને સહેજ પણ શંકા હોય કે તમારા પુત્રને યુક્રેન સામે યુદ્ધમાં મોકલવામાં આવી શકે છે, તો તરત જ કાર્યવાહી કરો, જેથી તે માર્યો ન જાય કે પકડાઈ ન જાય."


ઝેલેન્સકીની રશિયન માતાઓને અપિલઃ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વધુમાં કહ્યું, “યુક્રેન ક્યારેય આ ભયંકર યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ તે જરૂરી હોય તેટલો બચાવ કરશે." ઝેલેન્સકીએ કહ્યું, "હું ફરી એકવાર રશિયન માતાઓને, ખાસ કરીને સૈનિકોની માતાઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના બાળકોને બીજા દેશમાં યુદ્ધમાં ન મોકલે. તમારો પુત્ર ક્યાં છે તે શોધો. જો તમને સહેજ પણ શંકા હોય કે તમારા પુત્રને યુક્રેન સામે યુદ્ધમાં મોકલવામાં આવી શકે છે, તો તરત જ કાર્યવાહી કરો, જેથી તે માર્યો ન જાય કે પકડાઈ ન જાય." 


બુધવારે પ્રથમ વખત રશિયાએ સ્વીકાર્યું કે, તેના ઘણા સૈનિકોને યુક્રેને કેદી બનાવી લીધા છે. દેશની ઘણી મહિલાઓએ સોશિયલ નેટવર્ક પર તેમના પુત્રોને યુક્રેન મોકલવામાં આવી રહ્યા હોવાની જાણ કર્યા બાદ રશિયાએ આ માહિતી આપી હતી. યુક્રેને ગયા અઠવાડિયે રશિયન સૈનિકોની માતાઓને યુક્રેનમાં આવીને તેમના સૈનિક પુત્રોને લઈ જવા માટે કહ્યું હતું.


યુક્રેને રશિયન સૈનિકને બંદી બનાવ્યાઃ
યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયે ફોન નંબર અને એક ઇમેઇલ આઈડી જાહેર કર્યું હતું. જેના દ્વારા બંદી બનેલા રશિયન સૈનિકોના પરિવારો તેમના વિશે માહિતી મેળવી શકે. રશિયાએ યુક્રેનમાં શરુ કરેલા યુદ્ધથી અત્યાર સુધીમમાં ઘણા બધા સૈનિકોને બંદી બનાવ્યા હોવાનો દાવો યુક્રેને કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ ત્રણ અઠવાડિયાથી યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનના અનેક શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધીમાં યુક્રેનના લગભગ 20 લાખ લોકોએ અન્ય દેશોમાં આશરો લીધો છે, જ્યારે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.