Volodymyr Zelensky On TIME Magazine: ટાઈમ મેગેઝીને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની સાથે સાથે "ધ સ્પિરિટ ઓફ યુક્રેન" ને પર્સન ઓફ ધ યર 2022 જાહેર કર્યા છે. ટાઈમ મેગેઝીને બુધવારે આની જાહેરાત કરી હતી. છેલ્લા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓમાં સૌથી વધુ પ્રભાવ પાડનાર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે. પુરસ્કાર માટેના અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાની વિરોધીઓ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને યુએસ સુપ્રીમ કોર્ટનો સમાવેશ થાય છે.


ટાઈમ એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલસેન્થલે લખ્યું હતું કે, ભલે યુક્રેન માટે લડવામાં આવી રહેલી લડાઈ કોઈને આશાથી ભરી દે અથવા ડરથી, વોલોડીમીર ઝેલેન્સ્કીએ વિશ્વને એવી રીતે પ્રેરણા આપી આપી છે જે આપણે દાયકાઓમાં જોઈ નથી. તેમણે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિને ચૂંટવાનો નિર્ણય સૌથી સ્પષ્ટ હતો.


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે


મેગેઝિને જણાવ્યું કે, યુદ્ધ શરૂ થવા પર યુક્રેનની રાજધાની કિવ છોડવાનો ઇનકાર કરતાં પૂર્વ હાસ્ય કલાકાર અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમના યુદ્ધગ્રસ્ત દેશમાં પ્રવાસ કર્યો અને લોકોને સંબોધિત કરતા રહ્યા. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.


એલોન મસ્કને ગયા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો


યુક્રેને હિંમત બતાવતા આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે અને તે રશિયાનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કને 2021 માં ટાઇમના "પર્સન ઑફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2021 માં તેની ઇલેક્ટ્રિક કાર કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કાર નિર્માતા બની હતી. TIME એ આ એવોર્ડ 1927માં શરૂ કર્યો હતો.


ગેહલોત સરકારના કેબિનેટ મંત્રીનો અશ્ચિલ વીડિયો વાયરલ


રાજસ્થાનમાં એક તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ખેંચતાણને લઈને હજી સુધી કોઈ નક્કર સમાધાન નથી થયું ત્યાં અશોક ગેહલોત માટે વધુ એક પડકાર ઉભો થયો છે. અશોક ગેહલોતની સરકારમાં કેબિનેટ મંત્રીનો એક વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાજસ્થાન ભાજપ (BJP)એ સાલેહ મોહમ્મદનો વીડિયો ટ્વીટ કરીને મંત્રીના રાજીનામાની માંગ કરી છે. અશોક ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદનો અશ્ચિલ વીડિયો સામે આવ્યો છે. જો કે, હજુ સુધી આ સમગ્ર મામલે લઘુમતી બાબતોના કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બીજી તરફ, જેલમેરના પોલીસ અધિક્ષક (જેલમેર એસપી)એ આ વાયરલ વીડિયો બાબતે તેમની પાસે કોઈ માહિતી ના હોવાનું જણાવ્યું હતું.


જાણો શું છે આ અશ્ચિલ વીડિયોમાં?


સાલેહ મોહમ્મદનો આ અશ્ચિલ વાયરલ વીડિયો 58 સેકન્ડનો છે. આ વીડિયો કોલ રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા વતી કોલ કરવામાં આવ્યો છે. કોલ દરમિયાન મંત્રી સાલેહ મોહમ્મદનું નામ અને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે. કોલ રીસીવ થતા જ મંત્રીનો ચહેરો પણ થોડીક સેકન્ડ માટે દેખાય છે. જે મહિલા વતી કોલ કરવામાં આવ્યો હતો તે અર્ધ-નગ્ન હાલતમાં છે અને વાંધાજનક કૃત્ય કરતી જોવા મળે છે.