Russia-Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે આજે યુદ્ધનો 43મો દિવસ છે. આ બધાની વચ્ચે રશિન સૈનિકોએ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી છે. યૂક્રેનના વિપક્ષી હોલોસ પાર્ટીની સાંસદ લેસિયા વાસિલેન્કોએ દાવો કર્યો છે કે રશિયન સૈનિકો હવે નાની છોકરીઓનો પણ રેપ કરી રહ્યાં છે, અને તેના શરીર પરને ચુંથી રહ્યા છે. એટલુ જ નહીં યૂક્રેની સાંસદે બતાવ્યુ કે, રશિયન સૈનિકો નાની છોકરીઓને ફાંસી પર લટાવી રહ્યાં છે. 


શરીર પર ઇજાના નિશાન -
લેસિયા વાસિલેન્કે કહ્યું કે, રશિયન સૈનિક 10 વર્ષની ઉંમરની નાની છોકરીઓને રેપ કરી રહ્યાં છે, અને તેમના શરીર પર સ્વાસ્તિક જેવા નિશાન બનાવી રહ્યાં છે. તેમને કહ્યું કે, રશિયન સૈનિકોએ છોકરીઓ અને ઓછી ઉંમરની છોકરીઓની સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે. લેસિયા વાસિલેન્કે તસવીર શેર કરીને લખ્યું છે- બળાત્કાર અને હત્યા કરી દેવાયેલી મહિલાઓના વેરવિખેર પડેલી લાશો. હું અવાક છું, મારુ મન ક્રોધ અને ભય અને ધૃણાથી ભરેલુ છે. 


આ પહેલા માર્ચમાં લેસિયા વાસિલેન્કે દાવો કર્યો હતો કે, રશિયન સેના તે મહિલાઓનો બળાત્કાર કરી રહી છે, અને તેમને ફાંસી પર લટકાવી રહી છે, જે પોતાના બર્બર આક્રમણથી બચવા માટે અસમર્થ છે. વાસિલેન્કોએ કહ્યું હતુ કે, 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ ભીષણ હુમલાઓને રોકવા માટે પુતિનની સેના તરફથી આરોપ લગાવવામાં આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. 


આ પણ વાંચો...... 


CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?


ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ


Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત


કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?