Russia Ukraine Conflict:થોડા દિવસોમાં યુક્રેનને હરાવવાનો દાવો કરતી રશિયન સેનાને યુક્રેન તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. અત્યાર સુધીના યુદ્ધમાં રશિયન સેનાને ઘણું નુકસાન થયું છે. સતત યુદ્ધના કારણે ગુસ્સે ભરાયેલી રશિયન સેના બર્બરતાની તમામ હદો વટાવી રહી છે. બુચા હત્યાકાંડથી લઈને કિવમાં સામાન્ય લોકો પર બોમ્બ ફેંકવા સુધીની ઘટનાઓ આપણે દરરોજ વાંચી રહ્યા છીએ. ત્યારે રશિયન સેનાની વધુ એક બર્બરતા સામે આવી છે. રશિયન સેના પર આરોપ છે કે સૈનિકોએ 23 વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો અને બાદમાં તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ આરોપ યુવતીના માતા-પિતાએ લગાવ્યો છે.


રિપોર્ટ અનુસાર, એક દંપતિએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ પહેલા તેમની 23 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો અને પછી તેના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એટલું જ નહી બળાત્કાર સિવાય રશિયન સૈનિકોએ તેની સાથે ઘણી બર્બરતા પણ કરી હતી. યુવતીના શરીર પર અનેક ઘાના નિશાન મળી આવ્યા છે. દંપતીએ જણાવ્યું કે પુત્રીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને રશિયન સૈનિકોએ ફેંકી દીધો હતો. 1-2 દિવસ પછી તેનો મૃતદેહ બુચા શહેરમાં એક ઘરની પાછળ પડેલો મળી આવ્યો હતો.


યુવતીના પિતાએ જણાવ્યું કે રશિયન સૈનિકોએ તેમની એકમાત્ર પુત્રીને તેમની સામે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી. જેના કારણે તેના માથાના બે ટુકડા થઈ ગયા હતા. તેમની દીકરીના શરીર પર જે રીતે ઘા જોવા મળ્યા છે તેના પરથી લાગે છે કે તેના પર બળાત્કાર થયાની આશંકા છે. જોકે, અમે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી હતી.


 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”


Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ


AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ