Russia-Ukraine War: સુયંક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ગુરુવારે (23 ફેબ્રુઆરી)એ યૂક્રેનને લઇને એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ અંતર્ગત રશિયાને યૂક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને પોતાની સેનાઓને પાછી બોલાવવા માટે કહેવામાં આવ્યુ છે. આના પર ભારતની સ્થાઇ પ્રતિનિધિ રુચિરા કંમ્બોઝ (Ruchira Kamboj)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને દોહરાવ્યો અને કહ્યું કે, વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર વ્યવહાર્ય રસ્તો છે.  


રૂચિરા કમ્બૉઝે કહ્યું કે, માનવ જીવનની કિંમત પર કોઇ સમાધાન નથી કરી શકાતુ. ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિને એકમાત્ર વ્યવહાર્ય રીત તરીકે જોતુ રહ્યુ છે. કમ્બૉઝે કહ્યું કે, અમારા વડાપ્રધાનનું એ કહેવુ છે કે આ યુદ્ધનો યુગ નથી હોઇ શકતો. દોહરાવવા યોગ્ય છે. શત્રુતા અને હિંસાને વધારવી કોઇપણના હિતમાં નથી, આના બદલે વાતચીત અને કૂટનીતિના રસ્તા પર ચાલવુ જોઇએ. 


 


Russia-Ukraine War: 'યુક્રેનમાથી રશિયા બહાર નીકળે', સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યુ દૂર


Russia-Ukraine War: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ગુરુવારે (23 ફેબ્રુઆરી) યુક્રેન સંબંધિત એક ઠરાવને મંજૂરી આપી છે. જેમાં રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને પોતાના સૈન્યને પરત ખેંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે શુક્રવારે યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થયું છે


યુક્રેનના આ પ્રસ્તાવને તેના સહયોગીઓની મદદથી બનાવવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 141-7થી પસાર કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન આ પ્રસ્તાવ દરમિયાન વોટિંગથી દૂર રહ્યા હતા.









યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે આ ઠરાવ એ વાતનો પુરાવો છે કે માત્ર પશ્ચિમ દેશો જ નહીં પરંતુ અન્ય દેશ પણ  તેમને સમર્થન આપે છે. કુલેબાએ કહ્યું હતું કે સમર્થન ખૂબ વ્યાપક છે અને તે મજબૂત રહેશે." આ મત એ દલીલને નકારી કાઢે છે કે ગ્લોબલ સાઉથ યુક્રેનની તરફેણમાં નથી કારણ કે લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ઘણા દેશોએ આજે ​​તરફેણમાં મતદાન કર્યું હતું.


વિરૂદ્ધ મતદાન કરનારા સાત દેશોમાં બેલારુસ, માલી, નિકારાગુઆ, રશિયા, સીરિયા, ઉત્તર કોરિયા અને ઇરિટ્રિયા હતા. રશિયાના સાથી બેલારુસે તેમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ફગાવી દેવાયો હતો.


જો કે, ગયા વર્ષે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેન હુમલા પછી રશિયા વિરુદ્ધ છેલ્લા પાંચ ઠરાવોમાં આ સૌથી વધુ મતદાન નથી. આ પહેલા ઓક્ટોબરમાં લાવવામાં આવેલા ઠરાવમાં રશિયાના ગેરકાયદે કબજા વિરુદ્ધનો ઠરાવ 143 મતોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો.


બે દિવસ સુધી ચર્ચા ચાલી


સામાન્ય સભામાં બે દિવસ સુધી આ ઠરાવ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 75 થી વધુ દેશોના વિદેશ મંત્રીઓ અને રાજદ્વારીઓએ સંબોધન કર્યું હતું. જેમાં યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાના સમર્થનમાં જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.