હોંગકોંગમાં લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા માટે લોટરીમાં એપાર્ટમેન્ટની ઓફર આપવામાં આવી રહી છે. હોંકગોંકના ડેવલપર કોવિડ-19 રસી લેનારને પ્રાઈઝ તરીકે 14 લાખ ડોલરનો એપાર્ટમેન્ટ આપી રહ્યા છે, કારણ કે અહીં ઘણાં લોકો રસીને લઈને ઉત્સાહિત નથી. સિનો ગ્રુપના એનજી ટેંગ ફોંગ ચેરિટેબલ ફાઉન્ડેશન અને ચીની એસ્ટેટ હોલ્ડિંગ્સ લિમિટેડ ક્વાન ટોંગ ક્ષેત્રમાં પોતાના ગ્રેન્ડ સેન્ટ્રલ પ્રોજેક્ટમાં નવા એપાર્ટમેન્ટની ઓફર આપી રહ્યા છે. રસીના બન્ને ડોઝ લેનારને હોંગકોંગના રેસિડેન્ટ 449 વર્ગ ફુટ (42 વર્ગ મીટર)ના એપાર્ટમેન્ટ માટે ડ્રો માટે માન્ય છે. સિનો ગ્રુપ હોંગકોંગમાં લિસટેડ ડેવલપર સિનો લેન્ડ કોર્પોરેશનની પેરન્ટ કંપની છે.
સરકારે રોકડ ઇન્સેન્ટિવ આપવાની વાત ફગાવી
આ વાત ત્યારે સામે આવી છે જ્યારે સરકારે કહ્યું છે કે, તે વણવપરાયેલા રસીના ડોઝના ડોનેશન સહિત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. કારણ તેમાંથી કેટલીક રસી ઓગસ્ટમાં એક્સપાયર થવાની છે. હોંગકોંગની સરકાર બાર ફરીથી ખોલવા અને કોરેન્ટાઈન પીરિયડ ઘટાડવા જેવા નીતિગત પ્રોત્સાહન આપીને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. વિશ્વભરમાં રસીની વધતી માગની વચ્ચે ચીફ એક્ઝીક્યૂટિવ કૈરી લેમે રસીકરણ રેટ વધારવા માટે કોઈને રોકેડ કે અન્ય રીતે ઇન્સેન્ટિવ આપવાની વાત ફગાવી દીધી છે.
12.6 ટકા લોકોએ જ લીધી છે રસી
હોંગકોંગની 75 લાખની જનસંખ્યામાંથી માત્ર 12.6 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે જ્યારે તેના પાડોશી નાણાંકીય કેન્દ્ર સિંગાપુરમાં 28.3 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીદા છે. હોંગકોંગમાં એક ફ્રી એપાર્ટમેન્ટની ઓફર આકર્ષક થશે એ નક્કી છે કારણ કે અહીં પ્રોપ્રટીની કિંમત ઘણી વધારે છે. અમેરિકાના ન્યૂયોર્ક, ઓહિયો, મેરીલેન્ડ, કેન્ટકી અને ઓરેગનમાં પણ રસી લેનારને રેસિડેન્ટ્સને લકી ડ્રોની ઓફર આપવામાં આવી રહી છે.
મોડર્નાએ પોતાની કોરોના રસીને 12થી 17 વર્ષના બાળકો પર અસરકારક ગણાવી, મંજૂરી માટે કરશે અરજી
કોરોના રસીની વર્ષો સુધી રહેશે અસર, બૂસ્ટર ડોઝ દ્વારા વધારી શકાશે એન્ટીબોડી