કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશને વધુને વધુ ભરડામાં લઈ રહ્યું છે અને દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. કોરોના કેસના આંકડાએ છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત રેકોર્ડ તોડ્યો છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 1.31 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. તે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે અને સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્ય છે. આવી ખરાબ સ્થિતિમાં નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના રસી જ એકમાત્ર એવો રસ્તો છે જેનાથી કોરોનાના હાલ પુરતો અટકાવી શકાય. પરંતુ સમગ્ર વિશ્વ કોરોનાની રસીને લઈને બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
કોરોનાની રસીને લઈને વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક એવા દેશો છે જેમની પાસે કોરોનાની રસી નથી અને બીજા એવા દેશો છે જેમની પાસે એક કરતાં વધારે કોરોનાની રસી છે. જ્યાં રસી છે ત્યાં પણ એક સમસ્યા એ છે કે લોકો હજુ પણ કોરોનાની રસી લેતા ડરે છે.
જોકે લોકો કોરોના રસી લે તેના માટે કેટલાક દેશોમાં સરકાર અને ખાનગી કંપનીએ જાતભાતની ઓફરો આપીને લોકોને કોરના રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેમાં ફ્રીમાં ભોજનથી લઈને ફ્રી બીયર સુધીની ઓફર આપવામાં આવી રહી છે. આવો જાણીએ ક્યા દેશમાં શું ઓફર આપવામાં આવી રહી છે.
અમેરિકાઃ આ દેશમાં મેકડોનલ્ડ્સ, AT&T, ઇન્સાકાર્ટ, ટાર્ગેટ, ટ્રેડર જોસ, કોબોની જેવી અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને કોરોના રસી લેવા જવા પર રજા અને રોકડ આપવાની જાહેરાત કરી છે. કર્મચારીને વેક્સીન સેન્ટર સુધી જવા માટે 30 ડોલર એટલે કે અંદાજે 2200 રૂપિયા સુધીનું કેબનું ભાડુ પણ આપી રહી છે.
આ ઉપરાંત અમેરિકામાં જાણીતી ડોનટ કંપની ક્રિસ્પી ક્રીમે રસી લેનાર લોકોને 2021ના અંત સુધી દરરોજ એક ફ્રી ડોનટ આપવાની જાહેરાત કરી છે. લોકેએ બસ મોડર્ના, ફાઈઝર અથવા જોનસન એન્ડ જોનસનની રસી લીધાનું કાર્ડ બતાવવાનું રહેશે.
આ સિવાય અમેરિકાના ઓહિયામાં માર્કેટ ગાર્ડન બ્રૂઅરીએ રસી લેનાર પ્રથમ 2021 લોકોને ફ્રીમાં બીયર આપવાની ઓફર આપી છે. મિશિગનમાં મેડિકલ મારિજુઆના એટલે કે ગાંજો વેચતી એક કંપની રસી લેનાર વયસ્કોને પ્રી-રોલ્ડ જોઈન્ટ (ગાંજો) આપી રહી છે.
અમેરિકાના 5 મિડવેસ્ટર્ન રાજ્યો – આયોવા, મિસૌરી, વિસ્કોન્સિન, મિનેસોટા, ટેનેસી અને ઓક્લાહોમાના આર્કેટ બાર ચેનમાં રસી લેનારને 5 ડોલર આપવામાં આવી રહ્યા છે. ઓહિયાના ક્વીન લેન્ડમાં અનેક સિનેમાહોલમાં રસી લીધાનું કાર્ડ બતાવવા પર ફ્રીમાં પોપકોર્ન આપવામાં આવી રહ્યા છે.
એશિયા, નોર્થ અમેરિકા, યૂરોપઃ કેબ એગ્રીગેટર એપ ઉબર ભારત સહિત સમગ્ર શિયા, ઉત્તર અમેરિકા અને યૂરોપમાં રસી સેન્ટર સુધી જવા પરત રવામાં અક્ષમ લોકોને એક કરોડ ફ્રી રાઈડ્સ આપી રહી છે.
ચીનઃ બીજિંગમાં અનેક રસી સેન્ટરો બહાર મેકડોનલ્ડ્સ રસી લેનારને એક સાથે એક ફ્રી આઈસ્ક્રીમ આપવામાં આવી રહી છે. બીજિંગમાં જ સરકારી ફોટો સ્ટૂડિયો રસી લેવા પર લગ્નના આલ્બમ પર 10 ટકા સુધીની છૂટ મળી રહી છે.
ચીનના ઉત્તરી ગાંસુ પ્રાંતમાં એક સ્થાનીક સરકારે 20 પેરેગ્રાફની કવિતા પ્રકાશિત કરી છે જેમાં કોરોના રસીકરણને ગુણ ગાવામાં આવ્યા છે. હેનાન પ્રાંતના વાનચેંગ શહેરમાં આધિકારીઓ ચેતવણી આપી છે કે રસી ન લેનારના બાળકોનું સ્કૂલ શિક્ષણ, રોજગારી અને ઘર ખતરામાં આવી શકે છે.
દક્ષિણ પશ્ચીમી ચીનના રૂઇલી શહેરમાં વિતેલા એક સપ્તાહમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ તમામ માટે કોરોના રસી ફરજિયાત કરવામાં આવી છે. અહીં 24 કલાક રસીકરણ કાર્યક્રમ ચાલુ રાખીને 5 દિવસમાં સંપૂર્ણ 2 લાખથી વધારેની જનસંખ્યાને રસી આપવામાં આવી.
ઇઝરાયલઃ ઇઝરાયલના અનેક બાર અને રેસ્ટોરન્ટે કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારને ફ્રી ભોજન અને ડ્રિંક્સ આપવા માટે સરકાર સાથે સમજૂતી કરી છે.
ભારતઃ જૂની દિલ્હી અને કનોટ પ્લેસના અનેક રેસ્ટોરન્ટ અને હોટલ રસી લેનારને 25-30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. રેસ્ટોરન્ટ અને હોટલ માલિકો લોકોને મોબાઈલ દ્વારા આ ઓફરના મેસેજ આપી રહ્યા છે.