UNSC Presidency: રશિયા (Russia) ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. યૂક્રેન આની વિરુદ્ધ હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તે સુરક્ષા પરિષદમાં રશિયન અઘ્યક્ષતાનો સતત વિરોધ કરી રહ્યું હતું. રશિયાના UNSC ના પ્રમુખ બનવાથી યૂક્રેની સરકાર ખુબ ગિન્નાઇ છે અને નારાજ છે. એટલા માટે તેમને આને એપ્રિલ ફૂલ પર સૌથી મોટી ખરાબ મજાક ગણાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં રશિયા સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ જ સુરક્ષા પરિષદ (UNSC)ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ખરેખરમાં, રશિયા સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યોમાંથી એક છે, અને સુરક્ષા પરિષદના 10 બિન-સ્થાયી સભ્યો સહિત મળીને આ સંખ્યા 15 થઈ જાય છે. આમાં, સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યો પાસે 1-1 મહિના માટે સુરક્ષા પરિષદની અધ્યક્ષતા આવે છે.
ગઇ અધ્યક્ષતા દરમિયાન જ કર્યો હતો યૂક્રેન પર હૂમલો -
યૂક્રેનનું રશિયન અધ્યક્ષતાનો વિરોધ કરવાનું પણ એક મોટું કારણ છે. હકીકતમાં, રશિયા પહેલાથી જ ફેબ્રુઆરી 2022માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નું પ્રમુખ બની ગયું હતું, વળી, આ તે જ સમયગાળો હતો જ્યારે રશિયન સૈન્ય દળોએ યૂક્રેન વિરુદ્ધ યુદ્ધ ચલાવ્યું હતું, અને દુનિયા આખી રશિયાને આવુ કરવાથી પણ રોકી શક્યું ન હતું. યૂક્રેનના પ્રતિનિધિઓ પોતાને બચાવવા માટે વિશ્વ સમુદાયને આજીજી કરી રહ્યા હતા, પરંતુ યૂનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)નું નેતૃત્વ રશિયા દ્વારા કરવામાં આવ્યું હોવાથી વિશ્વ સમુદાય કોઈ નક્કર પગલાં લઇ શક્યા ન હતા.
પછી, અમેરિકા અને તેના સાથીઓએ સંયુક્ત રાષ્ટ્રની બહાર રશિયા પર શ્રેણીબદ્ધ વેપાર પ્રતિબંધો લગાવીને તેને રોકવાની કોશિશ કરી. જોકે, ત્યારે પણ રશિયા અટક્યું નહીં, અને સેંકડો પ્રતિબંધો લગાવ્યા છતાં પણ યૂક્રેનમાં ઘૂસી ગયું હતું. યૂક્રેન પર તેના હુમલા ફેબ્રુઆરી 2022 થી ચાલુ છે, અને હાલમાં પણ યુદ્ધ બંધ સમાપ્ત કોઈ સંકેત નથી.
હજુ સુધી નથી અટક્યુ યુદ્ધ, બરબાદ થઇ ગયુ યૂક્રેન -
આ યુદ્ધમાં એકબાજુ રશિયાએ પોતાના સૈનિકો અને હથિયારો ગુમાવ્યા છે, તો વળી, બીજીબાજુ યૂક્રેન બરબાદ થઈ ગયું છે. લાખો લોકો પોતાનો જીવ બચાવવા યૂક્રેનથી ભાગીને અન્ય દેશોમાં આશરો લેવા ભાગ્યા છે. રશિયન મિસાઇલોએ યૂક્રેનમાં ઘરો, એનર્જી પ્લાન્ટ્સ, હૉસ્પીટલો, મેટ્રો વગેરેનો તમામનો નાશ કરી નાંખ્યો છે. વળી, યૂક્રેનમાં હજારો સૈનિકો અને નાગરિકો પણ આ યુદ્ધમાં માર્યા ગયા છે.