અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશથી યમનમાં આ આંતકવિરોધી અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
કાસિમ અલ-રિમી, જેહાદી સંગઠન અલ-કાયદા અન અરતબ પેનિસુલાનુ 2015થી નેતૃત્વ કરી રહ્યો હતો.
આ અગાઉ ઇરાકની રાજધાની બગદાદ પર એરસ્ટ્રાઇક કરીને અમેરિકાએ ઇરાનના ટૉપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર માર્યો હતો. અમેરિકાના આ પગલાથી ખાડી વિસ્તારમાં તનાવ ખુબ વધી ગયો હતો. જનરલ સુલેમાની ઇરાનના અલ-કુદ્સ ફોર્સનો વડો હતો. સુલેમાનીને બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકન હવાઇ હુમલામાં ઠાર મારવામાં આવ્યો હતો.