વૉશિંગટનઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઇટ હાઉસના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે જો સંઘર્ષ વધશે તો અમેરિકન સેના ગમે ત્યાં ભારતની પડખે મજબૂતીથી ઉભી રહેશે. નૌસેના દ્વારા ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિને વધારવા માટે દક્ષિણ ચીન સાગરમાં બે વિમાન વાહક પોત તૈનાત કર્યા બાદ અધિકારીનુ આ નિવેદન આવ્યુ છે.

વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટૉફ માર્ક મીડોજે એક સવાલના જવાબમાં ફૉક્સ ન્યૂઝને જણાવ્યુ, મેસેજ સ્પષ્ટ છે. અમે ઉભા રહીને ચીન કે કોઇ બીજાને સૌથી શક્તિશાલી કે પ્રભાવી દળ હોવાના સંદર્ભમાં કમાન નથી થામવા દઇ શકતા, પછી ભલે તે ક્ષેત્રમાં હોય કે અહીં.

તેમને જણાવ્યુ કે ભારતે ગયા મહિને ચીની સૈનિકો સાથે થયેલા સંઘર્ષ બાદ ભારતીય સૈનિકો શહીદ થયા અને બાદમાં કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.



ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે પેંન્ગોંગ સો, ગલવાન ઘાટી અને ગોગ્રા હૉટ સ્પ્રિંગ સહિત પૂર્વીય લદ્દાખના કેટલાય વિસ્તારોમાં આઠ અઠવાડિયાથી તણાવ ચાલુ છે. જોકે 15 જુનની રાત્રી દરમિયાન હિંસક અથડામણ થઇ અને સ્થિતિ વધુ બગડી ગઇ હતી. આ અથડામણમાં ભારતના ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા.