જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી ભારતને સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને UNSCમાં મસૂદ વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યો હતો પરંતુ ચીનના અડંગાને કારણે તે સમયે સફળતા મળી નહોતી.
હવે ફરીવાર ત્રણેય દેશ પ્રસ્તાવના ડ્રાફ્ટ સાથે આગળ વધી રહ્યા છે. આ પ્રસ્તાવ UNSCના તમામ 15 સભ્યોને આપવામાં આવ્યો છે અને સહમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રસ્તાવ પર દેશોની સહમતિ બને છે તો મસૂદના પ્રવાસ પર પ્રતિબંધ, સંપત્તિ સીઝ હોવા જેવી કાર્યવાહીઓ થઇ શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ટ્વિટ કરી કહ્યું હતું કે, એક તરફ ચીન પોતાના દેશમાં મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યું છે તો બીજી તરફ એક ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે.